Home> India
Advertisement
Prev
Next

રાજસ્થાન: કોંગ્રેસના પરાજય બાદ મંત્રીનું રાજીનામુ, નેતૃત્વ પરિવર્તનનો સંકેત !

ચૂંટણીમાં પરાજય બાદથી ખફા રાહુલ ગાંધીએ ગહલોત સાથેની મુલાકાત ટાળી, સત્તાપરિવર્તનનાં સંકેત

રાજસ્થાન: કોંગ્રેસના પરાજય બાદ મંત્રીનું રાજીનામુ, નેતૃત્વ પરિવર્તનનો સંકેત !

જયપુર : લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ આત્મ વિશ્લેષણના સમયગાળામાંથી પસાર થઇ રહેલી કોંગ્રેસ હવે પાર્ટીની અંદર ચાલી રહેલા રાજકારણ સામે લડી રહી છે. એવા સમયે જ્યારે દિલ્હીમાં પાર્ટી હાઇકમાન્ડ પરાજયનાં કારણો પર મંથન કરી રહ્યું છે ત્યારે રાજસ્થાનનાં કૃષી મંત્રી લાલચંદ કટારિયાએ રાજીનામાના સમાચારોએ રાજસ્થાનનાં કારકારણને ગરમાવી દીધું છે. જો કે લાલ કટારિયાનાં સમાચારનું હજી સુધી રાજભવન અને સીએમ સ્તરથી પૃષ્ટી થઇ શકી નથી. 

fallbacks

રાહુલ ગાંધીની રાજીનામાની જીદ્દ, કોઇ બિનગાંધી નેતાને જ અધ્યક્ષ બનાવવા માંગ
લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ સમગ્ર દેશમાં કોંગ્રેસનાં નેતાઓમાં હલચલ થઇ ચુકી છે. જ્યાં ઉત્તરપ્રદેશનાં અમેઠીમાં રાહુલ ગાંધીના પરાજય બાદ અલગ-અલગ રાજ્યોમાં કોંગ્રેસ નેતાઓનાં સીધો સીલસિલો ચાલી રહ્યો છે બીજી તરફ રાજસ્થાનની રાજનીતિમાં પણ એક કેન્દ્રીય મંત્રીનાં રાજીનામાનાં સમાચારથી રાજકારણ ગરમાઇ ચુક્યું છે. ચૂંટણીમાં પરાજય બાદ રાજ્ય સરકારમાં કૃષી મંત્રી લાલચન્દ કટારિયાએ  મંત્રી પદ પરથી રાજીનામું ધર્યં હોવાનાં સમાચારો આવી રહ્યા છે. 

PM મોદીનાં શપથ સમારોહમાં BIMSTEC સહિત 8 દેશનાં નેતાઓ જોડાશે, પાક. કૌંસમા ધકેલાયું

CBI ને વારંવાર ખો આપી રહ્યા છે IPS રાજીવ કુમાર, 3 દિવસની રજા પર હોવાનું બહાનું
જો કે મુખ્યમંત્રી અને રાજભવને રાજીનામું આપવાની પૃષ્ટી નથી કરી. રાજીનામું અપાયું હોવાનાં સમાચારો વચ્ચે લાલચંદ કટારિયાનો મોબાઇલ પણ બંધ આવી રહ્યો છે. તેઓ કાલે સાંજે દિલ્હી અને આજે ઉતરાખંડમાં જવાનાં હોવાનાં સમાચાર છે. સોશિયલ મીડિયામાં લાલચંદ કટારિયાનું રાજીનામું વાઇરલ થઇ રહ્યું છે. તેમાં લખવામાં આવ્યું છે કે, લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસના સારુ પ્રદર્શન કર્યું છે. તેમના ક્ષેત્રમાં પણ કોંગ્રેસનો પરાજય થયો છે એટલા માટે નૈતિકતાના આધારે તેઓ રાજીનામું આપી રહ્યા છે. 

UPમાં મળેલા પરાજયનાં કારણો શોધી રહ્યા છે અખિલેશ, સપામાં ફેરબદલનાં સંકેત
કટારિયાએ લખ્યું કે, ક્ષેત્રની જનતા એ તેમને વિધાનસભામાં પસંદ કરીને મોકલ્યા છે ક્ષેત્રની સમસ્યાઓને વિધાનસભામાં પસંદગી પામીને ક્ષેત્રની સમસ્યાઓને વિધાનસભામાં ઉઠાવતા રહેશે રાજીનામા પાછળનું કોઇ રાજનીતિક કારણ નથી. રાજીનામામાં કટારિયાનાં હસ્તાક્ષર છે. લાલચંદ કટારિયાના વિધાનસક્ષા ક્ષેત્ર જયપુર ગ્રામીણ સાથે કોંગ્રેસ ઉમેદવાર કૃષ્ણા પૂનિયાને એક લાખથી વધારે મતથી હારનો સામનો કરવો પડ્યો હતો. કટારિયા પર આરોપ લાગ્યા હતા કે તેમણે કૃષ્ણા પુનિયા માટે ના ચૂંટણી પ્રચાર કર્યો અને ન પોતાનાં કાર્યકર્તાઓને કૃષ્ણા પુનિયાના ચૂંટણી પ્રચાર માટે લગાવ્યા. 

fallbacks

RJDમાં તેજસ્વીના વિરોધી સૂર, વંશવાદથી રાજનીતિ જનતા-પક્ષ બંન્ને પરેશાન
કટારિયા પાસે જોધપુર લોકસભા સીટનો પણ પ્રભાર હતો પરંતુ ત્યાં પણ વૈભવ ગહલોતને પરાજયનો સામનો કરવો પડ્યો. કાલે સાંજે રાજીનામાના સમાચાર સામે આવ્યા બાદ રાજનીતિક વર્તુળોમાં ચર્ચા વધી ગઇ છે. જો કે રાજીનામા મુદ્દે કોઇ અધિકારીક પૃષ્ટી હજી સુધી થઇ શકી નથી. રાજીનામાની માહિતી નહી હોવાનો ઇન્કાર કર્યો છે. લાલચંદ કટારિયાનાં આ પ્રકારનાં રાજીનામું આપવાની પ્રક્રિયા માહિતી આફનારા લોકો દબાણનું પોલિટિક્સ ગણાવી રહ્યા છે. 

વિમાનોને રનવે સુધી પહોંચાડવા વિશ્વમાં પહેલીવાર દિલ્હીમાં ટેક્સી વોટનો ઉપયોગ
લાલચંદ કટારિયાનાં રાજીનામું સોશિયલ મીડિયા પર વાઇરલ થયું તેનું નામ મુખ્યમંત્રી સ્તરની પૃષ્ટી થઇ કેરાજભવનમાં રાજીનામું પહોંચી જવાની માહિતી સામે આવી. જ્યારે રાજીનામામાં લખ્યું છેકે મુખ્યમંત્રી મારફત રાજભવન રાજીનામું મોકલી દેવાયું છે. રાજસ્થાનમાં જેટલા પણ મંત્રીઓ ચૂંટણી પ્રચારમાં સક્રિય હતા, તેમાં સૌથી શરમજનક પરાજય લાલચંદ કટારિયાનામ ભાગે આવી હતી. જેથી શક્યતા છે કે તેઓ પાર્ટી હાઇકમાન્ડ અને સરકાર ડિફેન્સ મોડમાં લાવવા માટે પ્રેશર પોલિટિક્સની રમત રમી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More