અમદાવાદમાં 12 જૂને ભીષણ અકસ્માતનો ભોગ બનેલા એર ઈન્ડિયાના વિમાન અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લગભગ 12 વર્ષ જૂના આ પ્લેનના જમણી સાઈડના એન્જિનનું હાલમાં જ સમારકામ થયું હતું અને તેને ત્રણ મહિના પહેલા માર્ચ 2025માં બદલવામાં આવ્યું હતું. અમદાવાદથી લંડન માટે ઉડેલું આ વિમાન ગણતરીની પળોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું અને આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું જેણે વિમાનમાં સવાર 242માંથી 241 લોકો સહિત 270થી વધુ લોકોના ભોગ લીધા.
મીડિયા રિપોર્ટમાં સૂત્રને ટાંકીને જણાવ્યું છે કે એર ઈન્ડિયાના આ વિમાનની જૂન 2023માં ડિટેલ મેન્ટેનન્સ તપાસ કરાઈ હતી ને આ વર્ષે ડિસેમ્બરમાં તેની તપાસનો આગામી રાઉન્ડ નિર્ધારિત કરાયો હતો. એપ્રિલમાં એર ઈન્ડિયાએ બોઈંગ 787-8 ડ્રીમ લાઈનર માટે વીમા કવરને 750 કરોડ રૂપિયાથી વધીને 850 કરોડ રૂપિયા કરી દીધુ હતું.
ઓડિયો-વીડિયોથી મળ્યો ગંભીર સંકેત, ટેકઓફ સમયે એક્ટિવ થયું હતું ‘RAT’, ખાસ જાણો
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાણ ભર્યાના ગણતરીની મિનિટો બાદ વિમાન સંખ્યા AI 171 મેઘાણીનગરમાં એક મેડિકલ કોલેજના બિલ્ડિંગ સાથે અથડાયું જેમાં 241 મુસાફરો અને ક્રુ સભ્યો સહિત 270 લોકોના મોત થયા. આ અકસ્મતમાં ભારતીય મૂળના એક બ્રિટિશ નાગરિકનો આબાદ બચાવ થયો.
Photos: વિજય રૂપાણીની સીટ જેમને મળી હતી તે અર્જુન પટોળિયાની કહાની તમને રડાવી દેશે
એર ઈન્ડિયાના વિમાનમાં જમીન પર પડતા જ જોરદાર ધડાકો થયો અને ભયાનક આગ લાગી હતી. અકસ્માત બાદ વિમાનના કાટમાળમાંથી કાઢેલા મૃતદેહોમાંથી મોટાભાગના ભડથું થઈ ગયા હહતા. જેના કારણે તેમના ડીએનએ મેચ કરાયા બાદ ઓળખ થઈ રહી છે. આ અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું.
પ્લેન દુર્ઘટનામાં પિતાએ ગુમાવ્યો જીવ, લંડનના ગુજરાતીઓએ ઊભું કર્યું કરોડોનું ફંડ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે