Pastor Video: અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલ ભયાનક વિમાન દુર્ઘટનાએ ભારત સહિત સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. અકસ્માત બાદ તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અબજોપતિ હર્ષ ગોયન્કાએ શેર કર્યો છે. જેમાં શ્રીલંકાના ઇવેન્જેલિકલ પાદરી જેરોમ ફર્નાન્ડો વિમાન દુર્ઘટના વિશે 'ભવિષ્યવાણી' કરતા જોવા મળે છે. લોકો આ વીડિયો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે.
કરી હતી ભવિષ્યવાણી
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, શ્રીલંકાના ઇવેન્જેલિકલ પાદરી જેરોમ ફર્નાન્ડો 26 નવેમ્બર 2024ના રોજ એક કાર્યક્રમમાં ભારતીય લોકોને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તમારી રાષ્ટ્રીય એરલાઇન દેશની અંદર હવામાં ખતરાનો સામનો કરી રહી છે. આ પછી તેમણે 24 એપ્રિલ 2025ના રોજ ફરી એકવાર ભવિષ્યવાણી કરી અને લાલ વિમાનના બોડીથી બચવાનું કહ્યું હતું.
એર ઈન્ડિયાના પાઇલટનો કેટલો હોય છે પગાર, કઈ પોસ્ટ પર શું હોય છે પેકેજ? જાણો
હર્ષ ગોયન્કાએ કરી પોસ્ટ
આ વીડિયો પોસ્ટ કરીને હર્ષ ગોયન્કાએ લખ્યું કે, અવિશ્વસનીય છે, ખરું ને? આ વીડિયો પછી વાયરલ થયો અને 4 લાખથી વધુ લોકોએ તેને જોયો. આ વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, બાબા તે સમયે તાલીમ લઈ રહ્યા હતા, કદાચ તેથી જ તેમણે તેમના દેશના સંકટની કલ્પના પણ નહીં કરી હોય. મે 2024માં શ્રીલંકન વાયુસેનાનું એક હેલિકોપ્ટર મદુરુ ઓયા જળાશયમાં ક્રેશ થયું, જેમાં 6 લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા. ઓગસ્ટ 2023માં ત્રિંકોમાલીમાં તાલીમ સત્ર દરમિયાન ચીનમાં બનેલું PT-6 વિમાન ક્રેશ થયું, જેમાં 2 તાલીમાર્થી પાઇલટ્સ માર્યા ગયા. આ ઉપરાંત જાન્યુઆરી 2020માં શ્રીલંકન વાયુસેનાનું Y-12 વિમાન હાપુટાલે જિલ્લામાં ક્રેશ થયું, જેમાં 4 લોકો માર્યા ગયા. અન્ય એક યુઝરે લખ્યું કે, સ્વામી હર્ષાનંદને પૂછો કે શું એવો વ્યવસાય શક્ય છે જે કર સિવાય 15% ચોખ્ખો નફો આપી શકે અને હું હજુ પણ જવાબની રાહ જોઈ રહ્યો છું.
વાગી ગઈ ખતરાની ઘંટી! સમુદ્રના pHમાં થઈ રહ્યો છે ઘટાડો,ડેન્જર ઝોનમાં છે આ લોકોના જીવ!
કોણ છે જેરોમ ફર્નાન્ડો?
જેરોમ ફર્નાન્ડો શ્રીલંકામાં ગ્લોરિયસ ચર્ચનું નેતૃત્વ કરે છે અને પોતાને ભગવાનનો પયગંબર કહે છે, તેમના ઘણા અનુયાયીઓ છે, જેમાં શ્રીલંકાના ઘણા સેલિબ્રિટી અને ક્રિકેટરોનો સમાવેશ થાય છે. ડિસેમ્બર 2023માં ફર્નાન્ડોની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે, બુદ્ધ ઈસુને શોધી રહ્યા હતા, ત્યારબાદ હોબાળો મચી ગયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે