AI Exit Poll Results 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ગયું છે. બુધવારે એટલે કે 20 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર મતદાન થયું હતું. આ સિવાય ઝારખંડમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે થયું હતું જ્યારે બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થયું હતું. ચૂંટણી પંચ દ્વારા 23 નવેમ્બરે બન્ને રાજ્યોના પરિણામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે, પરંતુ તે પહેલા અમે તમને સૌથી મોટા એક્ઝિટ પોલ જણાવવા જઈ રહ્યા છીએ. અમે એ પણ જણાવીશું કે બન્ને રાજ્યોમાં કઈ પાર્ટીની સરકાર બનવાની આશા છે. અમે તમને અમારા AI એન્કર ZEENIA દ્વારા જણાવીશું કે કયા રાજ્યમાં કઈ પાર્ટીનું પ્રદર્શન કેવું રહ્યું છે.
મહારાષ્ટ્ર ચૂંટણીમાં શું મુદ્દા હતા?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ZEE ન્યૂઝ દ્વારા AI એક્ઝિટ પોલ રજૂ કરવામાં આવી રહ્યો છે. જ્યારે AI એન્કર ZEENIAને પૂછવામાં આવ્યું કે રાજ્યમાં કયો મુદ્દો સૌથી મોટો છે, ત્યારે તેણે કહ્યું કે, મુંબઈમાં મોંઘવારીનો મુદ્દો સૌથી મોટો છે. ZEENIAએ જણાવ્યું કે મોંઘવારી 30 ટકા, બેરોજગારી 25 ટકા, ભ્રષ્ટાચાર 20 ટકા, વોટ જેહાદ 15 ટકા, બટેંગે તો કટેંગે 10 ટકા છે.
iPhone SE 4ની સાથે Apple આપી શકે છે આ ખાસ ટેકનોલોજી, લોન્ચ પહેલા રિપોર્ટમાં દાવો
મહારાષ્ટ્ર એક્ઝિટ પોલ
એકંદરે મહારાષ્ટ્રની આખી ચૂંટણી પર નજર કરીએ તો બન્ને ગઠબંધન એકબીજાને ટક્કર આપતા જોવા મળે છે. રાજ્યની 288 વિધાનસભા સીટોમાંથી 129-159 સીટો ભાજપ ગઠબંધનને અને 124થી 154 સીટો કોંગ્રેસના ગઠબંધનમાં મળવાની ધારણા છે. આ સિવાય 0 થી 10 સીટો અન્યના ખાતામાં જઈ શકે છે.
મુંબઈ રીઝનમાં કાંટાની ટક્કર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં મુંબઈ રીઝનમાં બન્ને ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ભાજપ 15-20, કોંગ્રેસ 15-20 અને અન્ય 0-1.
મરાઠવાડામાં પણ કોંગ્રેસ ગઠબંધન આગળ
મહારાષ્ટ્રના મરાઠવાડા રીઝનમાં પણ કોંગ્રેસને ફાયદો થતો જણાય છે. કોંગ્રેસને અહીં 24થી 29 સીટો મળી શકે છે અને ભાજપ ગઠબંધનને 16થી 21 સીટો મળી શકે છે. આ સિવાય 0 થી 2 સીટો અન્ય કોઈના ખાતામાં જઈ શકે છે.
આ 3 રાશિયોની ચમકશે કિસ્મત, રાહુ-કેતુ કરશે રાશિ પરિવર્તન
પશ્ચિમ મહારાષ્ટ્રમાં શું સ્થિતિ?
પશ્ચિમ મહારાષ્ટ્ર પર નજર કરીએ તો અહીં કોંગ્રેસ ગઠબંધન આગળ જોવા મળી રહ્યું છે. અહીં કોંગ્રેસ ગઠબંધનને 33થી 44 સીટો મળવાની આશા છે. આ સિવાય ભાજપ ગઠબંધનને 28 થી 33 સીટો અને અન્યને 0 થી 1 સીટ મળી શકે છે.
મહારાષ્ટ્રના વિદર્ભમાં ભાજપ આગળ
મહારાષ્ટ્રના વિદર્ભમાં ભાજપ ગઠબંધનને લીડ મળતી દેખાઈ રહી છે. ભાજપ ગઠબંધન એટલે કે મહાયુતિને વિદર્ભમાંથી 32 થી 37 સીટો મળવાની આશા છે. આ સિવાય વિદર્ભમાં મહારાષ્ટ્ર વિકાસ આઘાડીને 24થી 29 સીટો મળી શકે છે. આ સિવાય 0 થી 2 સીટો અન્યના ખાતામાં જઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે