Home> India
Advertisement
Prev
Next

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને બીજુ વિમાન દિલ્હી પહોંચ્યુ, 250 લોકોની સુરક્ષિત વાપસી

Air India Evacuation Flight: શનિવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર આશરે 8 કલાકે એર ઈન્ડિયાનું વિમાન 219 ભારતીયોને લઈને ઉતર્યું હતું. રવિવારે વહેલી સવારે0 3 કલાકે બીજું વિમાન દિલ્હી ઉતર્યું, જેમાં 250 ભારતીય નાગરિકો હતા. 
 

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને બીજુ વિમાન દિલ્હી પહોંચ્યુ, 250 લોકોની સુરક્ષિત વાપસી

નવી દિલ્હીઃ રશિયાના હુમલા બાદ યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવેલા 250 ભારતીયોની સાથે એર ઈન્ડિયાનું બીજુ વિમાન બુખારેસ્ટથી દિલ્હી પહોંચી ચુક્યુ ચે. આ વિમાન વહેલી સવારે 3 કલાકે દિલ્હી પહોંચ્યું હતું. આ પહેલાં 219 ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું પ્રથમ વિમાન શનિવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યું હતું. આ વિમાન પણ રોમાનિયાના બુખારેસ્ટથી ભારતીયોને લઈને આવ્યું હતું. હંગરીની રાજધાની બુડાપેસ્ટથી એક ઉડાન આજે આવવાની છે. 

fallbacks

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખુબ એરપોર્ટ પર યુક્રેનથી કાઢવામાં આવેલા ભારતીયોનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, પીએમ મોદી સતત યુક્રેનના રાષ્ટ્રપતિના સંપર્કમાં છે અને તે નક્કી કરવામાં આવી રહ્યું છે કે દરેક ભારતીયને સુરક્ષિત સ્વદેશ લાવવામાં આવે. 

એર ઈન્ડિયાએ કહ્યું કે, 219 ભારતીયોને લઈને એઆઈ-1944 ઉડાન સાંજે સાત કલાક 50 મિનિટ પર છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યું. વિમાન કંપનીએ એક નાનો વીડિયો પણ પોસ્ટ કર્યો જેમાં ભારત પરત ફરવાની ખુશીમાં લોકો તાળીઓ પાડી રહ્યાં છે. 

રશિયાના હુમલાને કારણે 24 ફેબ્રુઆરીની સવારે યુક્રેને હવાઈ ક્ષેત્રને નાગરિક વિમાનોના સંચાલન માટે બંધ કરી દીધું હતું. તેથી બુખારેસ્ટ અને બુડાપેસ્ટથી ઉડાનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ યુદ્ધ પ્રભાવિત યુક્રેનથી પરત ફરેલા ભારતીયોની આગેવાની કરવા માટે એરપોર્ટ પર હાજર હતા.

યુક્રેનથી ભારતીયોને લઈને મુંબઈ આવી પ્રથમ ફ્લાઇટ, આજે બે વિમાન દિલ્હી પહોંચશે
તેમણે કહ્યું કે યુક્રેન-રોમાનિયા સરહદ અને યુક્રેન-હંગરી સરહદ પર પહોંચેલા ભારતીય નાગરિકોને રોડ માર્ગે ક્રમશઃ બુખારેસ્ટ અને બુડાપેસ્ટથી લાવવામાં આવી રહ્યાં છે, જેથી ભારત સરકારના અધિકારીઓ તરફથી એર ઈન્ડિયાની ઉડાનોથી તેને સ્વદેશ લાવી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More