ઓપરેશન સિંદૂર પર સેનાએ સોમવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અમે પાકિસ્તાનના કથિત ન્યૂક્લિયર ઠેકાણા કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી. સેટેલાઈટ ઈમેજરીમાં સરગોધામાં મુશફ એરબેસના રનવે પર હુમલો દેખાડવામાં આવ્યો હતો, જે કથિત રીતે કિરાના હિલ્સની નીચે અંડરગ્રાઉન્ડ ન્યૂક્લિયર સ્ટોરેજ સાથે જોડાયેલો હતો. ત્યારબાદ એવી અટકળો કરવામાં આવી રહી હતી કે બેસ પર ભેદે એવા હથિયારોથી પાકિસ્તાનના આ પરમાણુ ઠેકાણાને પણ નિશાન બનાવવામાં આવ્યો છે.
કિરાના હિલ્સ પર હુમલો નથી કર્યો
જ્યારે એર માર્શલ ભારતીને પૂછવામાં આવ્યું કે શું ભારતે કિરાના હિલ્સ પર હુમલો કર્યો છે? તો તેમણે કહ્યું કે અમને એ જણાવવા માટે આભાર કે કિરાના હિલ્સમાં કેટલાક ન્યૂક્લિયર સ્ટોરેજ છે, અમને તેના વિશે કશી ખબર નહતી. અમે કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી, ભલે ત્યાં કઈ પણ હોય ન તો અમારી તાજેતરની બ્રીફિંગમાં અમારા તરફથી એવું કઈ પણ જણાવવામાં આવ્યું હતું.
#OperationSindoor | Delhi: When asked if India hit Kirana Hills, Air Marshal AK Bharti says, "Thank you for telling us that Kirana Hills houses some nuclear installation, we did not know about it. We have not hit Kirana Hills, whatever is there." pic.twitter.com/wcBBVIhif1
— ANI (@ANI) May 12, 2025
ડાયરેક્ટર જનરલ ઓફ એર ઓપરેશન (DGAO) એર માર્શન એકે ભારતીએ એ વાતને કન્ફર્મ કરી દીધી છે કે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના કિરાના હિલ્સ ન્યૂક્લિયર ઠેકાણાને નિશાન બનાવ્યું નથી. ભારતે જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાનના 11 એરબેસને ટાર્ગેટ કરીને તબાહ કરી દીધા છે. જેમાં સરગોધાથી લઈને નૂર ખાન જેવા મહત્વના સૈન્ય ઠેકાણા સામેલ છે.
એકે ભારતીએ આ દરમિયાન કહ્યું કે આપણા તમામ સૈન્ય બેસ, સિસ્ટમ સંપૂર્ણ રીતે ઓપરેશનલ છે અને ભવિષ્યમાં જરૂર પડે ત્યારે આગળના મિશન માટે તૈયાર છીએ. તેમણે કહ્યું કે અમે જે ફોટા દેખાડ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે તુર્કીના ડ્રોન હોય, કે પછી અન્ય ગમે ત્યાંના ડ્રોન હોય, આપણી કાઉન્ટર ડ્રોન સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ સાથે જ ડ્રોનને કાઉન્ટર કરવાની જે આપણી સ્વદેશી ટેક્નોલોજી છે તેણે દેખાડી દેખાડી દીધુ છે કે આપણે કોઈ પણ ટેક્નોલોજીને કાઉન્ટર કરી શકીએ છીએ. તમે તસવીરોમાં હાલાત જોઈ લીધી હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે