Home> India
Advertisement
Prev
Next

એરસેલ-મૈક્સિસ કેસ: EDએ ફાઇલ કરી ચાર્જશીટ, ચિદમ્બરમ સહિત 9ને આરોપી બનાવ્યા

ઇડી અનુસાર એરસેલ મેક્સિસ ડીલમાં નાણામંત્રીએ કેબિનેટ કમિટીની ભલામણોને નજરઅંદાજ કરીને મંજુરી આપી હતી

એરસેલ-મૈક્સિસ કેસ: EDએ ફાઇલ કરી ચાર્જશીટ, ચિદમ્બરમ સહિત 9ને આરોપી બનાવ્યા

નવી દિલ્હી : કાર્તિ ચિદમ્બરમ દ્વારા વર્ષ 2006માં એરસેલ- મેક્સિસ ડીલ હેઠળ વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ (FIPB)ની મંજૂરી આપવાનાં કેસની તપાસ CBI અને ED સંયુક્ત રીતે કરી રહ્યા છે. તે સમયે પી.ચિદમ્બરમ નાણામંત્રી હતા. તેમના પર આરોપ છે કે તેમણે એરસેલ - મૈક્સિસને એફડીઆઇની ભલામણો મુદ્દે કેબિનેટ કમિટી (આર્થિક મુદ્દા)ની ભલામણોને નજરઅંદાજ કરી દીધી હતી. 
‘હિમ્મત હોય તો કોંગ્રેસ પ્રધાનમંત્રી પદ માટે રાહુલ ગાંધીનું નામ જાહેર કરે’...
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ INX કેસમાં પી.ચિદમ્બરમને દિલ્હી હાઇકોર્ટ દ્વારા આંશિક રાહત આપવામાં આવી હતી. આ મુદ્દે કોર્ટ દ્વારા ચિદમ્બરમનું કામચલાઉ પ્રોટેક્શન વધારીને 29 નવેમ્બર કરી દેવામાં આવ્યું હતું. જેના પગલે પુર્વ નાણામંત્રીને આંશિક રાહત મળી હતી. 
INX મીડિયા કેસ: કાર્તિ ચિદંબરમને મોટા ફટકો, ભારત-બ્રિટન-સ્પેનમાં 54 કરોડની સંપતિઓ જપ્ત...
ઇડીની તપાસમાં સામે આવ્યું કે, નાણામંત્રીએ કેબિનેટની મંજુરી વગર જ આ ડીલને મંજુરી આપી હતી, જ્યારે આ ડીલની કુલ કિંમત 3500 કરોડ રૂપિયાની હતી. જો કે કોંગ્રેસે ચિદમ્બરમનો બચાવ કરતા જણાવ્યું કે, હાલ દેશની તમામ સ્વતંત્ર તપાસ એજન્સીઓ સરકારનાં કબ્જામાં છે. જે કોઇ પણ વ્યક્તિ સરકારની વિરુદ્ધ બોલે છે તેઓની વિરુદ્ધ કેસ થઇ જાય છે. તેમને અલગ અલગ કેસમાં ફસાવી દેવામાં આવે છે.
એરસેલ મૈક્સિસ કેસમાં ચિદમ્બરની ઇડીએ કરી કલાકો સુધી પુછપરછ...

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More