Home> India
Advertisement
Prev
Next

આ બે ભત્રીજાઓ મહારાષ્ટ્રમાં બન્યા 'ગેમ ચેન્જર', બધાને પછાડી BJPએ બનાવી દીધી સરકાર

 મહારાષ્ટ્રના રાજકારણમાં આજે સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જ્યાં કાલ સુધી શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે એવા અહેવાલો હતાં ત્યાં તો આજે સવારે આખી ગેમ જ પલટી ગઈ. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદના શપથ લીધા તો બીજી બાજુ એનસીપી સુપ્રીમો શરદ પવારના ભત્રીજા અને દિગ્ગજ નેતા અજિત પવારે ભાજપ સાથે ભળીને ડેપ્યુટી સીએમના શપથ લીધા.

આ બે ભત્રીજાઓ મહારાષ્ટ્રમાં બન્યા 'ગેમ ચેન્જર', બધાને પછાડી BJPએ બનાવી દીધી સરકાર

નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણમાં આજે સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જ્યાં કાલ સુધી શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે એવા અહેવાલો હતાં ત્યાં તો આજે સવારે આખી ગેમ જ પલટી ગઈ. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદના શપથ લીધા તો બીજી બાજુ એનસીપી સુપ્રીમો શરદ પવારના ભત્રીજા અને દિગ્ગજ નેતા અજિત પવારે ભાજપ સાથે ભળીને ડેપ્યુટી સીએમના શપથ લીધા. રાતોરાત થયેલા સત્તાના આ ઉલટફેરે બધાને ચોંકાવી દીધા. એવું કહેવાય છે કે રાજકારણના આ ઉલટફેરમાં સૌથી મહત્વપૂર્ણ બે ભત્રીજાઓ રહ્યાં. જેમાંથી એક છે એનસીપી સુપ્રીમો શરદ પવારના ભત્રીજા અજિત પવાર અને બીજા છે દિવંગત નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજય મુંડે.

fallbacks

CM પદના શપથ લીધા બાદ BJP કાર્યાલય પહોંચ્યા ફડણવીસ, બોલ્યા-'મોદી હૈ તો મુમકિન હૈ'

રાજકીય વિશેષજ્ઞોનું કહેવું છે કે અજિત પવાર અને ધનંજય મુંડે  બંને ભત્રીજાઓ વર્ચસ્વની લડાઈમાં ચોટીલ નેતાઓ છે. હકીકતમાં એવા આરોપ લાગતા રહ્યાં છે કે શરદ પવારે અજિત પવારની જગ્યાએ અનેક મોરચે સુપ્રીયા સુલેને આગળ કર્યાં. જેના કારણે અજિત પવાર અને શરદ પવાર વચ્ચે તિરાડ પડી. એવું કહેવાય છે કે કાકા ભત્રીજા વચ્ચેનું અંતર હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું જ્યારે શરદ પવારના પૌત્રને ટિકિટ આપવાના મુદ્દે અજિત પવાર સાથે મતભેદ થયા હતાં. 

Maharashtra: ગડકરીએ પહેલા જ સંકેત આપી દીધા હતાં કે ગમે તે કરો, સરકાર તો BJPની જ બનશે?

બીજી બાજુ દિવંગત નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજય મુંડે પણ આ ઉલટફેરમાં મોટી ભૂમિકા નિભાવતા જોવા મળ્યાં છે. રાજકીય વિશેષજ્ઞોનું કહેવું છે કે ધનંજય મુંડેએ શપથગ્રહણ અગાઉ વિધાયકોને એકજૂથ કર્યાં અને પોતાના ઘરે બોલાવ્યાં. અહીંથી જ બધા વિધાયકો રાજ્યપાલના ઘરે પહોંચ્યાં. એમ કહેવાય છે કે ગોપીનાથ મુંડેના મોત બાદ પુત્રી પંકજા મુંડેને જ્યારે પિતાનો રાજકીય વારસો મળ્યો તો ધનંજય મુંડેએ પણ એનસીપીનો હાથ પકડ્યો. ધનંજય મુંડેને એનસીપીમાં લાવવામાં અને પંકજા મુંડે વિરુદ્ધ ચૂંટણીમાં ઉતારવામાં અને જીત અપાવવામાં અજિત પવારે મોટી ભૂમિકા ભજવી હતી. 

Maharashtra: માત્ર 9 કલાકમાં પલટી ગઈ બાજી અને બની ગઈ BJPની સરકાર, જાણો ક્યારે શું થયું?

એવું કહેવાય છેકે ધનંજયે ભાજપ અને અજિત પવારને સાથે લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. શુક્રવારે દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત બાદ તેમણે જ સરકાર બનાવવાનો પ્લાન તૈયાર કર્યો અને અજિત પવારનો સાથ આપ્યો. 

જુઓ LIVE TV

હાલ તો જો કે રાજ્યપાલને પત્ર સોંપીને અજિત પવારે દાવો કર્યો કે તેમને તમામ ધારાસભ્યોનું સમર્થન મળેલું છે. શપથ લીધા બાદ અજિત પવારે કહ્યું કે તેઓ લોકોની સમસ્યા માટે સાથે આવ્યાં છે. લોકોએ જેમને સરકાર બનાવવા માટે ચૂંટ્યા હતાં તેમણે સરકાર બનાવવી પણ જોઈએ, આથી તેમણે શપથ લીધા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More