મુંબઈ: એનસીપી(NCP) નેતા અને હવે ડેપ્યુટી સીએમ અજિત પવાર (Ajit Pawar) પોતાના સમર્થક વિધાયકોને મુંબઈ બહાર લઈ જવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેઓ પોતાને સમર્થન આપી રહેલા વિધાયકોને ગોવા લઈ જઈ રહ્યાં છે. આ બાજુ કોંગ્રેસ પણ પોતાના વિધાયકોને તૂટતા બચાવવા માટે મુંબઈ બહાર લઈ જવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ તે ભોપાલ લઈ જઈ શકે છે.
Maharashtra: ગડકરીએ પહેલા જ સંકેત આપી દીધા હતાં કે ગમે તે કરો, સરકાર તો BJPની જ બનશે?
સૂત્રોના જણાવ્યાં મુજબ અજિત પવારના સમર્થક વિધાયકોની સાથે ધનંજય મુંડે પણ છે. તેમને એક પ્રાઈવેટ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ગોવા લઈ જવામાં આવશે. આ બાજુ એનસીપી નેતા અજિત પવાર અને તેમના સમર્થક વિધાયકોના સમર્થનથી ભાજપની સરકાર બન્યા બાદ કોંગ્રેસ પણ હવે સતર્ક થઈ ગઈ છે. કોંગ્રેસે પોતાના તમામ વિધાયકોને મહારાષ્ટ્ર બહાર મોકલવાનું નક્કી કર્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ પોતાના વિધાયકોને સાંજે 5 વાગ્યાની ફ્લાઈટથી ભોપાલ લઈ જશે.
Maharashtra: માત્ર 9 કલાકમાં પલટી ગઈ બાજી અને બની ગઈ BJPની સરકાર, જાણો ક્યારે શું થયું?
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના રાજકારણમાં આજે સવારે જે કઈ જોવા મળ્યું તેની તો કોઈએ કલ્પના પણ નહતી કરી. શુક્રવારની રાતે જ્યાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની સરકાર બનતી જોવા મળી રહી હતી ત્યાં સવારે જ્યારે લોકો ઉઠ્યા તો તેમણે દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારને ડેપ્યુટી સીએમ પદના શપથ લેતા જોયા.
જુઓ LIVE TV
શપથ ગ્રહણ બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ભાજપની સાથે ગઠબંધનમાં સ્પષ્ટ બહુમત મેળવનારી શિવસેનાએ ચૂંટણી બાદ જનાદેશ ફગાવી દીધો. તેમણે કહ્યું કે શિવસેના કેટલાક અન્ય પક્ષો સાથે મળીને સરકાર બનાવવાની કોશિશ કરવા લાગી જેના કારણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું. જો કે આ ત્રણેય પક્ષો માટે ખિચડી સરકાર બનાવવાનું શક્ય ન જોવા મળતા અને રાજ્યમાં સ્થાયી સરકાર આપવા માટે કોઈ નિર્ણય લઈ શકાયો નહીં. ફડણવીસે કહ્યું કે અજિત પવાર અને અન્ય લોકોના સમર્થનથી અમે રાજ્યપાલને યાદી મોકલી અને તેના પર નિર્ણય લેવા માટે કેન્દ્ર સાથે ચર્ચા કરી.
આ બાજુ અજિત પવારે કહ્યું કે હાલના સમયમાં સ્થાયી સરકાર બનાવવાની જરૂર છે જે બનતી જોવા મળતી નથી. તેમણે કહ્યું કે હું સરકાર બનાવવા માટે સતત થઈ રહેલી વાર્તાઓથી થાકી ગયો હતો અને આથી મે ફડણવીસ સાથે જઈને રાજ્યને સ્થાયી સરકાર બનાવવાનો નિર્ણય લીધો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે