Home> India
Advertisement
Prev
Next

અખિલેશ યાદવે સ્વિકારી અમિત શાહની આ ચેલેન્જ, કહ્યું- સ્થળ અને જગ્યા જણાવો

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈને વાકયુદ્ધ પણ તેજ થઈ ગયું છે. અખિલેશ યાદવે ગૃહમંત્રી અમિત શાહના પડકાર પર વળતો પ્રહાર કર્યો છે, જેમાં અમિત શાહે કહ્યું હતું કે અખિલેશ યાદવે કાયદો અને વ્યવસ્થાના મામલે ખુલ્લી ચર્ચા કરવી જોઈએ.

અખિલેશ યાદવે સ્વિકારી અમિત શાહની આ ચેલેન્જ, કહ્યું- સ્થળ અને જગ્યા જણાવો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈને વાકયુદ્ધ પણ તેજ થઈ ગયું છે. અખિલેશ યાદવે ગૃહમંત્રી અમિત શાહના પડકાર પર વળતો પ્રહાર કર્યો છે, જેમાં અમિત શાહે કહ્યું હતું કે અખિલેશ યાદવે કાયદો અને વ્યવસ્થાના મામલે ખુલ્લી ચર્ચા કરવી જોઈએ.

fallbacks

અખિલેશે શાહનો પડકાર સ્વીકાર્યો
જેના જવાબમાં અખિલેશ યાદવે લખ્યું છે કે અમે હવે દરેક પડકાર માટે તૈયાર છીએ, સત્ય માટે તૈયારીની જરૂર નથી, સ્થળ અને સમય જણાવો.

ખેડૂતોના મુદ્દે ચર્ચા માટે અખિલેશ તૈયાર
અમિત શાહના પડકાર પર અખિલેશ યાદવે આગલા દિવસે કહ્યું હતું કે ભાજપ જ્યારે ઈચ્છે ત્યારે મારી સાથે ખેડૂતના પ્રશ્ન પર ચર્ચા કરી શકે છે. તેમણે કહ્યું કે ભાજપે સમજાવવું જોઈએ કે કૃષિ કાયદા શા માટે લાવ્યા હતા અને હવે આ કાયદો ખેડૂતોના પક્ષમાં કેમ નથી? ભાજપ પર કટાક્ષ કરતા અખિલેશે કહ્યું કે તેમને શરમ આવવી જોઈએ કારણ કે તેમના કારણે 700 ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે. શું ભાજપ જવાબ આપશે કે ખેડૂતોની આવક બમણી થઈ છે?

અમિત શાહે ફેંક્યો હતો પડકાર
કાયદો અને વ્યવસ્થાને લઈને અમિત શાહે અખિલેશ યાદવને પડકારો ફેંક્યો હતો. અમિત શાહે કહ્યું કે અખિલેશ બાબુને શરમ પણ આવતી નથી. ગઈકાલે તેઓ કહેતા હતા કે કાયદો અને વ્યવસ્થા સારી નથી. તેમને પડકાર ફેંકતા કહ્યું કે અખિલેશ બાબુ, આજે હું જાહેર કાર્યક્રમમાં આંકડા આપવા આવ્યો છું, જો તમારામાં હિંમત હોય તો તમારા સમયના આંકડા લો અને કાલે પ્રેસ કોન્ફરન્સ કરો. સ્વાભાવિક છે કે ચૂંટણીની સિઝનમાં આરોપ-પ્રત્યારોપનો દોર પણ સતત વધી રહ્યો છે. અમિત શાહ સતત દાવો કરી રહ્યા છે કે યોગીરાજના માફિયાઓ કાં તો ઉત્તર પ્રદેશ છોડી ચૂક્યા છે અથવા તો જેલમાં છે અથવા તો અખિલેશ યાદવના ઉમેદવારોની યાદીમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More