Home> India
Advertisement
Prev
Next

UPમાં કોંગ્રેસને કેટલી સીટો મળશે? બુંદેલખંડના ઝાંસીમાં અખિલેશ યાદવે કર્યો મોટો દાવો

શુક્રવારે અખિલેશે બુંદેલખંડના ઝાંસીમાં સમાજવાદી વિજય રથયાત્રા કાઢી અને ભાજપ પર અનેક પ્રહારો કર્યા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ વિશે ભવિષ્યવાણીઓ પણ કરી હતી. અખિલેશે દાવો કર્યો કે કોંગ્રેસની જે હાલત છે, જનતા તેમને નકારી દેશે. કોંગ્રેસને યુપીમાં શૂન્ય બેઠકો મળશે.

 UPમાં કોંગ્રેસને કેટલી સીટો મળશે? બુંદેલખંડના ઝાંસીમાં અખિલેશ યાદવે કર્યો મોટો દાવો

ઝાંસી: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજનૈતિક પક્ષો પોતાની તમામ તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી ચૂક્યા છે અને પોત પોતાની જીતના દાવો કરી રહ્યા છે. યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અને સપા સુપ્રીમો અખિલેશ યાદવ સતત સપા સરકાર બનવાનો દાવો કરી રહી છે. પરંતુ આ વખતે તેમણે કોગ્રેસને આડે હાથ લીધું છે. શુક્રવારે અખિલેશે બુંદેલખંડના ઝાંસીમાં સમાજવાદી વિજય રથયાત્રા કાઢી અને ભાજપ પર અનેક પ્રહારો કર્યા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ વિશે ભવિષ્યવાણીઓ પણ કરી હતી. અખિલેશે દાવો કર્યો કે કોંગ્રેસની જે હાલત છે, જનતા તેમને નકારી દેશે. કોંગ્રેસને યુપીમાં શૂન્ય બેઠકો મળશે.

fallbacks

સપાની સીટો અને કોંગ્રેસ વિશે પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, તેઓ યુપીના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટીની ભૂમિકાને જાણતા નથી. અખિલેશે કહ્યું કે જનતા તેમને નકારશે, કદાચ તેમની સંખ્યા શૂન્ય થઈ જશે. અખિલેશ શુક્રવારે ચૂંટણી રેલીને સંબોધવા બુંદેલખંડના ઝાંસી પહોંચ્યા હતા.

અખિલેશે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે જો સમાજવાદી પાર્ટી 22 મહિનામાં એક્સપ્રેસ વે બનાવી શકતી હોય તો એ જ કામ કરવા માટે ભાજપે 4.5 વર્ષ કેમ લીધા? કારણ કે તેઓ યુપીમાં લોકોના કલ્યાણ માટે કામ કરવા માંગતા નથી. તેમણે કહ્યું કે બુંદેલખંડમાં ભાજપ માટે દરવાજા બંધ થઈ જશે. લોકો તેમના ખોટા વચનોને સ્વીકારશે નહીં અને ભાજપને સત્તામાં આવવા દેશે નહીં. મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોની ઓછી આવક એવા મુદ્દા છે જે આગામી ચૂંટણીમાં ભાજપનું ભાવિ નક્કી કરશે.

છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં સપાએ કોંગ્રેસ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડી હતી, જોકે આ ચૂંટણીમાં બંને પક્ષોને ઘણું નુકસાન થયું હતું અને ભાજપ બમ્પર બેઠકો જીતીને સત્તામાં આવી હતી. પરંતુ આ વખતે યુપીમાં અખિલેશ યાદવ નાની પાર્ટીઓ સાથે ગઠબંધન પર ભાર આપી રહ્યા છે. આ એપિસોડમાં તેમણે તાજેતરમાં RLD વડા જયંદ ચૌધરી સાથે મુલાકાત કરી હતી. સાથે કૃષ્ણા પટેલના અપના દળ સાથે સપાનું ગઠબંધન થઈ ચૂક્યું છે.

અખિલેશે કહ્યું કે જો સરકારે પોતાનું વચન પાળ્યું હોત તો લોકડાઉનમાં લોકોને અને યુવાનોને મુશ્કેલીનો સામનો ન કરવો પડત. તેઓ કહેતા હતા કે લેપટોપ, મોબાઈલ આપીશું, પણ કેમ? આપણા બાબા મુખ્યમંત્રીને તો લેપટોપ કેવી રીતે ઓપરેટ કરવું તે પણ આવડતું નથી, જો તેઓ જાણતા હોત તો તેનું મહત્વ સમજી શક્યા હોત.

અખિલેશે કહ્યું કે ભારત સરકારના આંકડામાં ઓછામાં ઓછું એ તો જણાવવું જોઈએ કે ભારતમાં મહિલાઓ અને દીકરીઓ સાથે સૌથી વધુ અન્યાય ક્યાં થાય છે? તે ઉત્તર પ્રદેશ છે. નકલી એન્કાઉન્ટરમાં જો કોઈ સરકારને સૌથી વધુ નોટિસ મળી હોય તો તે ઉત્તર પ્રદેશ સરકાર છે.

બુંદેલખંડની ત્રણ દિવસની મુલાકાતે આવેલા યાદવે કહ્યું કે ભાજપના શાસનમાં સમાજનો દરેક વર્ગ પરેશાન છે. તેમણે કહ્યું, 'આ સરકારે અત્યાચારના મામલે અંગ્રેજોને પણ પાછળ છોડી દીધા છે. સરકારનો વિરોધ કરવા માટે ખેડૂતોને વાહનોથી કચડી નાખવામાં આવે છે અને આ મામલે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વિરોધ કરનારાઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More