Home> India
Advertisement
Prev
Next

દિલ્હી ઈલેક્શનની વચ્ચે ચર્ચામાં આવી અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવની એક ટ્વિટ

વિધાનસભા ઈલેક્શન માટે દિલ્હીમાં આજે સવારે 8 વાગ્યાથી વોટિંગ ચાલુ છે. બપોરે 3 વાગ્યા સુધી 44.78 ટકા વોટિંગ થઈ ચૂક્યુ છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને શુભકામનાઓ આપી દીધી છે. અખિલેશ યાદવે ટ્વિટ કરીને લખ્યું કે, ‘દિલ્હીના અભૂતપૂર્વ કલ્યાણ અને વિકાસની નિરંતરતાની શુભકામનાઓ... કામ બોલે છે...’

દિલ્હી ઈલેક્શનની વચ્ચે ચર્ચામાં આવી અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવની એક ટ્વિટ

નવી દિલ્હી :વિધાનસભા ઈલેક્શન માટે દિલ્હીમાં આજે સવારે 8 વાગ્યાથી વોટિંગ ચાલુ છે. બપોરે 3 વાગ્યા સુધી 44.78 ટકા વોટિંગ થઈ ચૂક્યુ છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને શુભકામનાઓ આપી દીધી છે. અખિલેશ યાદવે ટ્વિટ કરીને લખ્યું કે, ‘દિલ્હીના અભૂતપૂર્વ કલ્યાણ અને વિકાસની નિરંતરતાની શુભકામનાઓ... કામ બોલે છે...’

fallbacks

BREAKING NEWS : ભવ્ય રામ મંદિરના નિર્માણની તારીખ થઈ જાહેર, આ દિવસે મૂકાશે પહેલો પત્થર  

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે પોતાના પરિવાર સાથે વોટ આપ્યો હતો. તેમણે કહ્યું કે, તે પોતાના ત્રીજા કાર્યકાળથી લઈને અશાન્વિત છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રથી ત્રીજીવાર ઈલેક્શન લડી રહ્યાં છે. જો તેઓ અહીથી ફરી જીતી જાય છે, તો આ એક હેટ્રિક બની જશે. કડક સુરક્ષા વચ્ચે કેજરીવાલે સિવિલ લાઈન્સ વિસ્તારમાં રાજપુર ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના બૂથ પર પોતાનો વોટ આપ્યો હતો. તેમની સાથે તેમના માતાપિતા, પત્ની અને દીકરો હાજર રહ્યા હતા.

તેમની દીકરી ઈલેક્શન પ્રચાર દરમિયાન પિતા સાથે આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરતી દેખાઈ હતી. જોકે, આજે વોટ આપવા તે પરિવાર સાથે પહોંચી ન હતી. પાર્ટી અને અન્ય નેતાઓએ તેના વોટિંગ ન કરવાના કારણ વિશે પણ જણાવ્યું ન હતું. જોકે, મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. 

પોતાના પરિવાર સાથે વોટિંગ કરતા જવાની તસવીર કેજરીવાલે ટ્વિટર પર શેર કરી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, પોતાના પરિવાર સાથે તેઓએ વોટ આપ્યો. જેમાં પહેલીવાર મારો દીકરો પણ સામેલ છે. તમામ યુવા મતદાતાઓને વોટ આપવાનો આગ્રહ કરું છું. તમારી ભાગીદારી લોકતંત્રને મજબૂત કરે છે. 

વોટ આપ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા કેજરીવાલે કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે વધુમાં વધુ મહિલાઓ ઘરની બહાર નીકળે અને વોટ આપવા જાય. 

કેજરીવાલે એમ પણ કહ્યું કે, તમામ નાગરિકોએ વોટ આપવો જોઈએ. ભલે તે કોઈ પાર્ટી માટે હોય, પરંતુ તમામે મતદાન કરવુ જોઈએ. હું વિશેષ રૂપે મહિલાઓને ઘરની બહાર નીકળવા અને મતદાન કરવાનો આગ્રહ કરું છું. ક્યારેક ક્યારેક એવુ પણ થાય છે કે, મહિલાઓ ઘર પર રહે છે અને વોટ આપતી નતી. કોઈએ પણ આજે ઘરે રહેવુ ન જોઈએ. 

ઉલ્લેખનીય છે કે, મતદાન માટે ઘરથી બહાર નીકળતા પહેલા કેજરીવાલે માતાપિતાના આર્શીવાદ લીધા હતા અને તેનો એક વીડિયો પણ શેર કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More