Home> India
Advertisement
Prev
Next

અક્ષય કુમારની દરિયાદિલી ફરી આવી સામે: Mumbai Police ફાઉન્ડેશનમાં કર્યું કરોડોનું દાન

કોરોના વાયરસ સામેના યુદ્ધમાં સહયોગ કરતા હિંદી ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે મુંબઇ પોલીસ ફાઉન્ડેશનને 2 કરોડ રૂપિયા ભેટમાં આવ્યા છે. મુંબઇ પોલીસ કમિશ્નર પરમબિર સિંહે ટ્વીટ કરીને અક્ષય કુમારને યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સિંહે લખ્યુ કે, મુંબઇ પોલીસ ફાઉન્ડેશનને બે કરોડ રૂપિયાનો સહયોગ કરવા માટે સમગ્ર મુંબઇ પોલીસ અક્ષય કુમારની આભારી છે. તમારો સહયોગ શહેરની સુરક્ષા માટે પ્રતિબદ્ધ મહિલા અને પુરૂષ પોલીસ કર્મચારીઓનાં જીવન માટે ખુબ જ મદદગાર સાબિત થશે.

અક્ષય કુમારની દરિયાદિલી ફરી આવી સામે: Mumbai Police ફાઉન્ડેશનમાં કર્યું કરોડોનું દાન

મુંબઇ : કોરોના વાયરસ સામેના યુદ્ધમાં સહયોગ કરતા હિંદી ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે મુંબઇ પોલીસ ફાઉન્ડેશનને 2 કરોડ રૂપિયા ભેટમાં આવ્યા છે. મુંબઇ પોલીસ કમિશ્નર પરમબિર સિંહે ટ્વીટ કરીને અક્ષય કુમારને યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સિંહે લખ્યુ કે, મુંબઇ પોલીસ ફાઉન્ડેશનને બે કરોડ રૂપિયાનો સહયોગ કરવા માટે સમગ્ર મુંબઇ પોલીસ અક્ષય કુમારની આભારી છે. તમારો સહયોગ શહેરની સુરક્ષા માટે પ્રતિબદ્ધ મહિલા અને પુરૂષ પોલીસ કર્મચારીઓનાં જીવન માટે ખુબ જ મદદગાર સાબિત થશે.

fallbacks

નોંધી લો ! કોરોનાના લક્ષણ અંગે CDC નો ચોંકાવનારો ઘટસ્ફોટ, ભારતમાં કોરોનાના નવા 6 લક્ષણ મળ્યાં

ટ્વીટનાં જવાબમાં 52 વર્ષીય અભિનેતા અક્ષય કુમારે કોવિડ 19 ના સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવનાર હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત પેંડૂકર અને સંદીપ સુર્વેને શ્રદ્ધાંજી આપી અને પોતાના પ્રશંસકોને આ ફાઉન્ડેશનમાં યોગદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે ટ્વીટ કર્યું કે, હું મુંબઇ પોલીના હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત પેડૂરકર અને સંદીપ સુર્વેને સલામ કરુ છું જેણે કોરોના સામે લડવા પોતાનાં જીવનનું બલિદાન આપ્યું.  મે મારુ કામ કરી દીધું છે, આશા કરૂ છું કે તમે પણ કરશો. આપણે ભુલવુ ન જોઇએ કે આપણે તેમના કારણે આજે સુરક્ષીત અને જીવીત્ત છીએ.

કોરોના કાળમાં રાજકીય સંકટ, BJP નો સાથ છોડી CM બનેલા ઉદ્ધવે ખુરશી છોડવી પડે તેવી શક્યતા

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અક્ષય કુમારે મહામારી વિરુદ્ધ લડાઇમાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, માસ્ક અને રેપિડ ટેસ્ટિંગ કિટના નિર્માણ માટે બીેમસીને 3 કરોડ રૂપિયા દાન આપ્યા હતા. અભિનેતાએ ટ્વીટ પર મુંબઇ પોલીસ અને બીએમસીનો આભાર વ્યક્ત કરતા લખ્યું કે, અમારા પરિવાર અને અમને સુરક્ષીત કરવા માટે લોકોની સેના છે, જે દિવસ રાહ મહેનત કરી રહ્યા છે. ચાલો સાથે મળીને #Dilsethanku કરીએ, આટલું તો આપણે કરી જ શકીએ. ઉલ્લેખનીય છે કે, બોલિવુડ સુપરસ્ટારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પીએમ કેર ફંડમાં પણ 25 કરોડ રૂપિયા દાન આપ્યા હતા. 
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More