નવી દિલ્હી : આમ આદમી પાર્ટીનાં નેતા અલકા લાંબાએ લોકસભા ચૂંટણી 2019થી પહેલા પાર્ટીનો સાથ છોડીને શુક્રવારે ફરીથી કોંગ્રેસમાં જોડાવાના સંકેત આપ્યા. લાંબા સમયથી પોતાની પાર્ટીથી અલગ-થલગ છે. લાંબાઆ અંગે એક ટ્વીટ પણ કર્યું. બીજી કોંગ્રેસની તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. કોંગ્રેસે કહ્યું છે કે જો લાંબા લોંગ્રેસમાં ફરીથી પરત આવવા માંગે છે તો તેમનું સ્વાગત છે.
લાંબાના કોંગ્રેસમાં પરત ફરવાની ચર્ચાઓ વચ્ચે તેમનાં એક ટ્વીટથી તેમને જેમાં તેમણે લખ્યું 5 વર્ષ પહેલા દિલ્હીમાં ભાજપને હરાવવા માટે મે કોંગ્રેસનું 20 જુનો સાથ છોડ્યો, ભાજપ હાર્યું. આજે જ્યારે દેશમાં ભાજપને હરાવવાનો વારો આવ્યો તો 5 વર્ષનો સાથ છોડવો ખોટું કઇ રીતે આજે જોઇને આનંદ થઇ રહ્યો છે કે આપ અનેહું બંન્ને કોંગ્રેસના હાથ મજબુત કરતા ભાજપને હારતું જોવા માંગે છે.
મોદી 2019ની ચૂંટણી જીતશે તો ભવિષ્યમાં કોઇ ચૂંટણી થાય તેની ગેરેન્ટી નહી: ગહલોત
સાંજ થતા સુધીમાં કોંગ્રેસની તરપથી પ્રતિક્રિયા આવી ગઇ. દિલ્હી કોંગ્રેસ પ્રભારી પીસી ચાકોએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે તેમનું સ્વાગત કરીશું. તેઓ એનએસયુઆઇનાં અધ્યક્ષ રહ્યા છે. અનેક લોકો છે જેમણે અનેક પ્રસંગે પાર્ટી છોડી દીધી, જ્યારે પણ તેઓ પરત આવે, અમે તેનું સ્વાગત કર્યું.
ભાજપ-શિવસેના ગઠબંધન મજબુત અને અભેદ્ય છે: દેવેન્દ્ર ફડણવીસ
આ અગાઉ લાંબાએ ફરીથી કોંગ્રેસ જોઇન કરવાનાં સવાલ અંગે કહ્યું કે, તેઓ ઇચ્છતા હોય તો પરંતુ હાલ તેમને કોંગ્રેસની તરફથી કોઇ પ્રસ્તાવ નથી મળ્યો. લાંબાએ કહ્યું કે, મે અત્યાર સુધી કોંગ્રેસ તરફથી કોઇ જ પ્રસ્તાવ પ્રાપ્ત થયો નથી. મે પોતાના રાજનીતિક જીવનમાં 25 વર્ષોમાંથી 20 વર્ષ કોંગ્રેસને આપ્યા છે. જ્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે દિલ્હીમાં ટક્કર હતી તો ભાજપને 15 વર્ષ સુધી સત્તાથી દુર રાખી. લોકો ફરી એકવાર ભાજપને હરાવવા માટેના વિકલ્પો શોધી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે