Home> India
Advertisement
Prev
Next

ફેક ID બનાવી, 10 વર્ષથી ભારતમાં હતો, ગાઝિયાબાદમાં લગ્ન કર્યા, દિલ્હીથી ઝડપાયેલા આતંકી પર પોલીસે કર્યો ખુલાસો

પત્રકાર પરિષદ દરમિયાન ડીસીપી સ્પેશિયલ સેલે કહ્યુ કે, તેણે નકલી આઈડી બનાવી, જેમાં એક અહમદ નૂરીના નામથી હતી. તેણે ભારતીય પાસપોર્ટ પણ હાસિલ કરી લીધો હતો, થાઈલેન્ડ અને સાઉદી અરબની યાત્રા કરી હતી.

ફેક ID બનાવી, 10 વર્ષથી ભારતમાં હતો, ગાઝિયાબાદમાં લગ્ન કર્યા, દિલ્હીથી ઝડપાયેલા આતંકી પર પોલીસે કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ Pakistani Terrorist News: દિલ્હીના લક્ષ્મીનગરથી ધરપકડ કરાયેલા પાકિસ્તાની આતંકી મોહમ્મદ અશરફને લઈને દિલ્હી પોલીસે પત્રકાર પરિષદ કરી. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહાએ કહ્યુ કે, શરૂઆતી પૂછપરછમાં જણાવ્યું કે, તે જમ્મુ-કાશ્મીર અને દેશના બીજા ભાગમાં અનેક આતંકી ઘટનાઓમાં સામેલ હતો. હજુ તેણે અન્ય આતંકી ગતિવિધિને અંજામ આપવાનો હતો, જગ્યાની જાણકારી આપવામાં આવી નહોતી. તેનું સંચાલન પાકિસ્તાની આઈએસઆઈ કરી રહી હતી. તે પાકિસ્તાનના નાસિર નામના વ્યક્તિના સંપર્કમાં હતો જે પાકિસ્તાનના આઈએસઆઈથી હતો. તેના વિશે હજુ અન્ય જાણકારી નથી. પોતાના હેન્ડલરથી તે સોશિયલ મીડિયા એપ દ્વારા સંપર્કમાં હતો. 

fallbacks

પત્રકાર પરિષદ દરમિયાન ડીસીપી સ્પેશિયલ સેલે કહ્યુ કે, તેણે નકલી આઈડી બનાવી, જેમાં એક અહમદ નૂરીના નામથી હતી. તેણે ભારતીય પાસપોર્ટ પણ હાસિલ કરી લીધો હતો, થાઈલેન્ડ અને સાઉદી અરબની યાત્રા કરી હતી. દસ્તાવેજો માટે ગાઝિયાબાદમાં એક ભારતીય મહિલા સાથે તેણે લગ્ન કર્યાં હતા. તેની પાસે બિહારની આઈડી હતી. તે છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં રહેતો હતો અને સ્લીપર સેલના રૂપમાં કામ કરી રહ્યો હતો. તેની પાસે એક AK-47 રાઇફલ સહિત અન્ય હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. 

પ્રમોદ કુશવાહાએ કહ્યુ કે, તે છેલ્લા 10 કરતા વધુ વર્ષથી અહીં રહેતો હતો. સ્લીપર સેલની જેમ કામ કરી રહ્યો હતો. તેનો ઇરાદો ટેરર એક્ટિવિટીને અંજામ આપવાનો હતો. પરંતુ હાલ ટાર્ગેટ જણાવવામાં આવ્યો નથી. તે બાંગ્લાદેશના હિંદુસ્તાનથી આવ્યો હતો અને બે વખત વિદેશ પણ ગયો છે. તેને ટાસ્કિંગ આપવામાં આવી હતી જેનું કોડ નેમ નાસિર આપવામાં આવ્યું હતું. તે પીર મૌલાના તરીકે કામ કરતો હતો. 

આ પણ વાંચોઃ એક ભારતીયનું વિદેશની ધરતી પર થયું અપમાન...બદલો લેવા માટે ખડી કરાઈ આલિશાન 'તાજ હોટલ'

ડીસીપીએ કહ્યુ કે, તે આઈએસઆઈએસ પાકિસ્તાન સાથે સંપર્કમાં હતો. બાંગ્લાદેશના રસ્તાથી સિલીગુડીથી ભારતમાં ઘુસ્યો હતો. તેને જણાવવામાં આવ્યું હતું કે હથિયાર યમુના કિનારે રાખ્યા છે. તેને જે પોઈન્ટ જણાવવામાં આવ્યા હતા, ત્યાંથી હથિયાર જપ્ત થયા છે. અમને જાણકારી મળી હતી કે તે હવે એડવાન્સ સ્ટેજ પર આવી ચુક્યો છે. હાલ ટાર્ગેટની જાણકારી નથી કે ક્યાંના ટાસ્કિંગની આપવામાં આવી હતી. તેના વિશે તેને હજુ જણાવવામાં આવ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More