Home> India
Advertisement
Prev
Next

મધ્યપ્રદેશના તમામ મંત્રીઓએ સીએમને રાજીનામાં આપ્યા, નવી કેબિનેટ બનાવશે કમલનાથ

મધ્ય પ્રદેશ કોંગ્રેસના 16 ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી બેંગલુરૂના રિઝોર્ટમાં લઈ ગઈ છે તેવી માહિતી છે. માનવામાં આવી રહ્યું છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના આ ધારાસભ્યોને ભાજપ લઈ ગયું છે. 

મધ્યપ્રદેશના તમામ મંત્રીઓએ સીએમને રાજીનામાં આપ્યા, નવી કેબિનેટ બનાવશે કમલનાથ

ભોપાલઃ રંગોના તહેવાર હોળીની વચ્ચે મધ્ય પ્રદેશમાં એકવાર ફરી રાજકીય સંકટ પેદા થઈ ગયું છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક 16 કોંગ્રેસ ધારાસભ્યો બેંગલુરૂ પહોંચી ગયા છે. રિપોર્ટ પ્રમાણે જે 16 ધારાસભ્યો બેંગલુરૂ પહોંચ્યા છે તેમાં 6 મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી પણ છે. 

fallbacks

Madhya Pradesh Live updates:

તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામાં
મધ્ય પ્રદેશથી એક મોટા સમાચાર આ સમયે આવી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે મધ્ય પ્રદેશના તમામ મંત્રીઓએ રાજીનામાં આવી દીધા છે, તમામ મંત્રીઓએ સીએમ કમલનાથને પોતાના રાજીનામાં આવ્યા છે. સીએમ કમલનાથને ફરીથી કેબિનેટની રચના કરવા અને જરૂરીયાત પ્રમાણે મંત્રીઓની પસંદગી કરવાની આઝાદી આપવામાં આવી છે. સીએમ કમલનાથ સાથે જોડાયેલા નજીકના સૂત્રોનું કહેવું છે કે બેંગલુરૂ ગયેલા પાર્ટીના ધારાસભ્યો પરત આવી જશે. 

લખનઉથી ભોપાલ જઈ રહ્યાં છે એમપીના રાજ્યપાલ
મધ્ય પ્રદેશમાં અચાનક વધેલા રાજકીય તાપમાન વચ્ચે એક મહત્વના સમાચાર આવી રહ્યાં છે. મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન મંગળવારે સવારે લખનઉથી ભોપાલ જઈ રહ્યાં છે. 

જેપી નડ્ડા અને શિવરાજ વચ્ચે મંથન
મધ્ય પ્રદેશની રાજકીય હલચલ પર ભાજપે પોતાની રણનીતિ શરૂ કરી દીધી છે. મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી છે. બંન્ને નેતાઓ વચ્ચે રાજ્યના તાજા ઘટનાક્રમ પર વાતચીત થઈ છે. બંન્ને વચ્ચે આ મુલાકાત દિલ્હીના મુખ્યાલયમાં થઈ છે. 

6 મંત્રી સહિત 16 ધારાસભ્યો પહોંચ્યા બેંગલુરૂ
આ પહેલા સમાચાર એજન્સી પીટીઆઈએ રિપોર્ટ આપ્યો હતો કે સિંધિયા 16 ધારાસભ્યોની સાથે લાપતા છે. બાદમાં રિપોર્ટ આવ્યો કે આ ધારાસભ્યો એક ચાર્ટર પ્લેનથી બેંગલુરૂ પહોંચ્યા છે. તાજા રિપોર્ટ પ્રમાણે હવે જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હી સ્થિત પોતાના નિવાસે પહોંચી ગયા છે. આ વચ્ચે માહિતી છે કે એમપી ભાજપના પણ 6 ધારાસભ્યો બેંગલુરૂ પહોંચી ગયા છે. 

એમપીનો આ રાજકીય ઘટનાક્રમ તેવા સમયે સામે આવ્યો છે, જ્યારે થોડા દિવસ બાદ રાજ્યસભાની ચૂંટણી થવાની છે. કમલનાથ મધ્યપ્રદેશમાં સામાન્ય બહુમતીના આધાર પર સરકાર ચલાવી રહ્યાં છે. સીએમ કમલનાથ, દિગ્વિજય સિંહ સહિત ઘણા નેતાઓ આરોપ લગાવી ચુક્યા છે કે ભાજપ તેમના ધારાસભ્યનો ખરીદવાનો પ્રયત્ન કરી તેમની સરકાર પાડી શકે છે. 

દિલ્હીથી પરત ફર્યા કમલનાથ
આ પહેલા સાંજે દિલ્હીનો પ્રવાસ પૂર્ણ કરીને સીએમ કમલનાથ ભોપાલ પહોંચ્યા હતા. સૂત્રો પ્રમાણે કોંગ્રેસનું નેતૃત્વ જ્યોતિરાદિત્ય સિંધિયાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમને મધ્ય પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બનાવી શકાય છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More