નવી દિલ્હી: રાજ્યસભામાં કૃષિ કાયદા ( Farm Laws) મુદ્દે હોબાળો મચાવનારા આમ આદમી પાર્ટી (AAP) ના ત્રણેય સાંસદોને આજે આખા દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા. સભાપતિ વેકૈયા નાયડુએ કડક પાઠ ભણાવતા હોબાળો મચાવી રહેલા સંજય સિંહ સહિત આપના ત્રણ સાંસદોને આખા દિવસ માટે સસ્પેન્ડ કર્યા.
અત્રે જણાવવાનું કે રાજ્યસભા (Rajya Sabha) માં શૂન્યકાળ સમાપ્ત થવા પર સંજય સિંહે (Sanjay Singh) આંદોલન કરી રહેલા ખેડૂતો સંબધિત મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સભાપતિ એમ વેંકૈયા નાયડુએ તેમને મંજૂરી આપી નહી અને કહ્યું કે સદસ્ય રાષ્ટ્રપતિના અભિભાષણ પર થનારી ચર્ચામાં પોતાની વાત રજુ કરી શકે છે. ત્યારબાદ પણ આપના સભ્યોએ નવા કૃષિ કાયદાનો વિરોધ ચાલુ રાખ્યો અને નારેબાજુ શરૂ કરી દીધી. હોબાળાના કારણે સદનમાં અરાજકતાનો માહોલ થઈ ગયો અને આ કારણે સભાપતિએ કાર્યવાહી કરવી પડી.
Farmers Protest: Jind માં ખેડૂતોની મહાપંચાયતમાં મંચ તૂટ્યો, રાકેશ ટિકૈત પડ્યા, જુઓ Video
સદનની બહાર કરાયા સાંસદો
વેંકૈયા નાયડુએ 9:35 મિનિટ પર બેઠક પાંચ મિનિટ માટે સ્થગિત કરી હતી પરંતુ આમ છતાં આપ ( AAP) સાંસદોએ હોબાળો ચાલુ રાખ્યો અને નારેબાજી કરવા માંડી. જેના પર નારાજ થઈને સભાપતિ નાયડુએ ત્રણેય સભ્યોને બહાર જવાનો નિર્દેશ કર્યો અને તેમણે માર્શલ પણ બોલાવી લીધા. માર્શલની મદદથી આપના ત્રણેય સભ્યોને સદનની બહાર કરવામાં આવ્યા.
We expressed our dissent in the house, we want repeal of three #farmLaws because talks won't help. Three of us have been suspended for a day: Sanjay Singh, AAP MP pic.twitter.com/3cnGmr6KHN
— ANI (@ANI) February 3, 2021
સસ્પેન્શનથી કોઈ ફરક પડતો નથી-સંજય સિંહ
સસ્પેન્શન બાદ સંજય સિંહે કહ્યું કે સદનમાં અમને ત્રણેયને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ આ સસ્પેન્શનથી કોઈ ફરક પડતો નથી. અમે ખેડૂતોના હકમાં અવાજ ઉઠાવતા રહીશું. તેમણે કહ્યું કે ખેડૂતો દુશ્મન દશના નાગરિક નથી, તમે બોર્ડર પર એવી રીતે ખિલ્લા લગાવ્યા છે કે જાણે ચીન-પાકિસ્તાનની બોર્ડર તૈયાર કરી હોય અને સરકાર ખેડૂતોને આતંકવાદી કહી રહી છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે