Home> India
Advertisement
Prev
Next

UP: હાઈકોર્ટે યોગી સરકારને લગાવી 'ફટકાર', કહ્યું- 3 અઠવાડિયાનું લોકડાઉન લગાવવા પર વિચાર કરો

ઉત્તરપ્રદેશથી મોટા સમાચાર  આવી રહ્યા છે. અલાહાબાદ હાઈકોર્ટે વધતા કોરોના સંક્રમણને જોતા રાજ્ય સરકારને લોકડાઉન સંબંધિત નિર્દેશ આપ્યા છે.

UP: હાઈકોર્ટે યોગી સરકારને લગાવી 'ફટકાર', કહ્યું- 3 અઠવાડિયાનું લોકડાઉન લગાવવા પર વિચાર કરો

મો.ગુફરાન/પ્રયાગરાજ: ઉત્તરપ્રદેશથી મોટા સમાચાર  આવી રહ્યા છે. અલાહાબાદ હાઈકોર્ટે વધતા કોરોના સંક્રમણને જોતા રાજ્ય સરકારને લોકડાઉન સંબંધિત નિર્દેશ આપ્યા છે. કોર્ટે સરકારને કહ્યું કે વધુ સંક્રમિત જનપદોમાં બેથી ત્રણ અઠવાડિયાનું લોકડાઉન લગાવવા પર વિચાર કરવામાં આવે. આ નિર્દેશ જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ અજીતકુમારની પેનલે કોરોના અંગે થયેલી જનહિત અરજીની સુનાવણી પર આપ્યો. 

fallbacks

ખુલ્લા સ્થળોમાં બનાવો હોસ્પિટોલ
કોર્ટે માસ્કનું કડકાઈથી પાલન કરાવવાના નિર્દેશ આપ્યા છે. રસ્તાઓ પર માસ્ક વગરના લોકોના ટહેલવા પર પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરાશે. કોર્ટે કહ્યું કે ધાર્મિક, સામાજિક આયોજનોમાં પચાસથી વધુ લોકો સામેલ ન થાય. કોર્ટે સરકારને ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ યોજનામાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા. આ સાથે જ શહેરોમાં ખુલ્લા મેદાનોમાં અસ્થાયી રીતે હોસ્પિટલો બનાવીને લોકોને સારવાર કરવાનું કહ્યું. 

લોકો જ નહીં હોય તો વિકાસનો શો અર્થ
કોર્ટે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતા કહ્યું કે નદીમાં તોફાન આવે ત્યારે બંધ તેને રોકી શકે નહીં, આમ છતાં આપણે કોરોના સંક્રમણને રોકવા માટે પ્રયત્નો કરવા જોઈએ. જીવન રહેશે તો દરબાર સ્વાસ્થ્ય લઈ શકશે. અર્થવ્યવસ્થા પણ ઠીક થઈ જશે. કોર્ટે કહ્યું કે 'વિકાસ વ્યક્તિઓ માટે છે. જ્યારે લોકો જ નહીં રહે તો વિકાસનો શું અર્થ રહી જશે.'

લોકડાઉન પર વિચાર કરો
આ બાજુ લોકડાઉન અંગે કોર્ટે કહ્યું કે લોકડાઉન લગાવવું યોગ્ય નથી પરંતુ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેને જોતા સરકારે વધુ સંક્રમિતવાળા શહેરોમાં લોકડાઉન લગાવવા પર વિચાર કરવો જઈએ. સંક્રમણ ફેલાતા એક વર્ષ થઈ ગયું. આમ છતાં સારવારની સુવિધાઓ વધારી શકાઈ નથી. 

આગામી સુનાવણીમાં CMO અને DM હાજર થાય
કોર્ટે રાજ્ય સરકારને 11 એપ્રિલની ગાઈડલાઈનને કડકાઈથી પાલન કરાવવાના પણ નિર્દેશ આપ્યા છે. આ મામલે આગામી સુનાવણી હવે 19 એપ્રિલે છે. ત્યાં સુધીમાં સચિવ સ્તરના અધિકારીને સોગંદનામું રજુ કરવા જણાવ્યું છે. આ દરમિયાન પ્રયાગરાજ સીએમઓ અને જિલ્લાધિકારીને કોર્ટમાં હાજર થવાનું કહેવાયું છે. 

UK: કોરોનાએ કેટલાક કેન્સર પીડિતો માટે ચમત્કાર કરી નાખ્યો? સાજા થઈ ગયા...જાણો કેમ ઉઠ્યો આ સવાલ

Lockdown માં નોકરી ગઈ તો પતિ બની ગયો જિગોલો!, લેપટોપમાં નગ્ન PHOTOS જોતા પત્નીએ લીધુ આ પગલું

 

Scientists એ તૈયાર કરી અનોખી Microchip, જાણો કોરોનાને હરાવવામાં કેવી રીતે કરશે મદદ

Viral Video: આ વીડિયો જોઈને આખો દેશ સ્તબ્ધ, કોરોના દર્દીને લાકડીથી માર મારી અધમૂઓ કરી નાખ્યો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More