Home> India
Advertisement
Prev
Next

અલવર લિંચિંગ: રાહુલે કહ્યું ક્રુર ન્યુ ઇન્ડિયા, ગોયલે કહ્યું નફરતના સોદાગર

અલવરમાં 31 વર્ષીય યુવક રકબરની કથિત ગૌરક્ષકો દ્વારા માર મારીને હત્યા કરી દેવા મુદ્દે પોલીસની ભુમિકા અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે

અલવર લિંચિંગ: રાહુલે કહ્યું ક્રુર ન્યુ ઇન્ડિયા, ગોયલે કહ્યું નફરતના સોદાગર

નવી દિલ્હી : રાજસ્થાનના અલવરમાં ગાયને લઇ જઇ રહેલા એક મુસ્લિમ વ્યકિતને માર મારીને હત્યા કરી દેવાના મુદ્દે દેશની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. વિપક્ષી દળોએ તેના માટે રાજસ્થાનની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. બીજી તરફ કોંગ્રેસ સરકારનું કહેવું છે કે મોદી સરકાર પોતાના જ શાસનના રાજ્યોમાં આ ઘટનાઓ પર પ્રતિબંધ લગાવી નથી શકતી. હવે આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. 

fallbacks

31 વર્ષીય યુવક રકબરની કથિત ગૌરક્ષકોની ભીડ દ્વારા માર મારીને હત્યા મુદ્દે પોલીસની ભુમિકા પર સવાલ ઉઠાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ એક ન્યૂઝ રિપોર્ટ શેર કરતા રાજ્યની પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલે ટ્વીટ કર્યુ, અલવરમાં પોલીસ દ્વારા  મોબ લિન્ચિંગના શિકાર રકબર ખાનને માત્ર 6 કિલોમીટર દુર આવેલી હોસ્પિટલ પહોંચાડવામાં 3 કલાક જેટલો સમય લગાવ્યો.પોલીસે રસ્તામાં ટી બ્રેક પણ લીધો. આ મોદીનું ક્રૂર ન્યૂ ઇન્ડિયા છે, જ્યાં માનવતાને બદલે નફરત જોવા મળી છે અને લોકોને કચડવામાં આવી રહ્યા છે, મરવા માટે છોડવામાં આવી રહ્યા છે. 

અગાઉ લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, મોદી સરકાર આ પ્રકારની ઘટનાઓને દેશમાં પ્રોસ્તાહિત કરી રહ્યા છે. તેમણે સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, સરકાર ઇચ્છતી જ નથી કે સમગ્ર દેશની પરિસ્થિતી સુધરી. કોંગ્રેસના આ આરોપો અંગે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જવાબ આપતા કહ્યું કે, રાજ્ય સરકાર પોતાના સ્તર પર તમામ જરૂરી પગલાઓ ઉઠાવી રહી છે. દોષીતો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. 

ગોયલે ટ્વીટ કરતા લખ્યું કે, રાહુલ ગાંધી તમે દરેક મુદ્દા પર જંપ લગાવવાનું છોડો. તમે તમારા ચૂંટણી લક્ષી ફાયદાઓ માટે સમાજને વહેંચવાનું કામ કરી રહ્યા છો. ત્યાર બાદ ઘડિયાળી આંસુ વહેવડાવશો. બહુ થયું હવે બંધ કરો તમે નફરતના વેપારી છો. 
ઘટના સ્થળ પર હાજર લોકોના અનુસાર પોલીસે જખમી રકબર ખાનને હોસ્પિટલ પહોંચાડવામાં 3 કલાકનો સમય લગાવવામાં આવ્યો જ્યારે ઘટના સ્થળ પર મળેલી ગાયોને પહેલા ગૌશાળા પહોંચાડવામાં આવી હતી. શુક્રવારે 31 વર્ષના અકબર ખાન ઉર્ફે રકબરને કથિત ગૌરક્ષકો દ્વારા માર મારીને અધમુવા કરી દેવામાં આવ્યો હતો જેનું ત્યાર બાદ મોત નિપજ્યું હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More