Home> India
Advertisement
Prev
Next

પુત્ર છે અમેરિકામાં ડોક્ટર, પિતાએ સાઇકલ પર કરી 25 રાજ્યોની યાત્રા, જાણો કેમ...

મોઢા પર મોટી સફેદ દાઢી, હાથમાં ભારે કડા અને માથા પર એક કેસરી રંગની મોટી પાઘડી છે. આ જ 58 વર્ષના અમનદીપ સિંહ છે. જે વ્યવસાયથી એક શિક્ષક છે. તેમની સાઇકલ સાધારણ છે પરંતુ ખાત છે. તેની પાછળની સીટ પર ચટાઇ અને પથારી છે.

પુત્ર છે અમેરિકામાં ડોક્ટર, પિતાએ સાઇકલ પર કરી 25 રાજ્યોની યાત્રા, જાણો કેમ...

ગાડીઓ અને મોટરસાઇકલોથી દેશના રસ્તાઓ ભરાતા જાય છે. એક સમય હતો, જ્યારે લોકો સાઇકલનો ઉપયોગ કરી અંતર કાપતા હતા. પરંતુ હવે એવું રહ્યું નથી. કેમ કે આપણે મોર્ડન થઇ ગયા છીએ. જો કે, કેટલાક લોક સાઇકલિંગનો શોખ રાખે છે. પરંતુ તેમની સવારી પણ ખાસ પ્રકારની મોંઘી સાઇકલો બની ગઇ છે. એવામાં બેંગલુરુના અમનદીપ સિંહએ આશ્ચર્યમાં મુકી દે તેવું કાર્ય કર્યું છે. તેમણે સાધારણ સાઇકલથી દેશના 25 રાજ્યો ફીર ચુક્યા છે. જેમણે લગભગ 2 લાખ કિલોમીટરની મુસાફરી સાઇકલથી કરી છે. હવે સવાલ ઉભો થયા છે કે કેમ તેમણે આ મુસાફરી સાઇકલ પર કરી?

fallbacks

વધુમાં વાંચો: માતાના કહેવા પર 11 વર્ષનો પુત્ર કુદી ગયો પાણીમાં, જાણો પછી શું થયું...

58 વર્ષના છે અમનદીપ સિંહ
મોઢા પર મોટી સફેદ દાઢી, હાથમાં ભારે કડા અને માથા પર એક કેસરી રંગની મોટી પાઘડી છે. આ જ 58 વર્ષના અમનદીપ સિંહ છે. જે વ્યવસાયથી એક શિક્ષક છે. તેમની સાઇકલ સાધારણ છે પરંતુ ખાત છે. તેની પાછળની સીટ પર ચટાઇ અને પથારી છે. હેન્ડલ પર એક ઝંડો અને સામેની તરફ એક નાનું હોર્ડિંગ લગાવેલું છે. જેના પર તેમનું નામ વગેરે લખ્યું છે.

fallbacks

11 વર્ષમાં કરી 25 રાજ્યોની યાત્રા
બેંગલુરુના ચિકતિરુપતિ ગામના નિવાસી અમનદીપ વર્ષ 2008થી અત્યાર સુધીમાં લગભગ 2 લાખ 20 હજાર કિલોમીટર સાઇકલ ચલાવી છે. તેની પાછળ તેમનો ઉદેશ્ય લોકોને નશા છોડવાનો સંદેશો આપવાનો રહ્યો છે. ગત 11 વર્ષમાં અમનદીપે 25 રાજ્યોની યાત્રા પુરી કરી છે. રિપોર્ટ અનુસાર, 5 જાન્યુઆરી 2019માં ભોપાલમાં તેમના છેલ્લા પડાવ બાદ તેમણે કહ્યું કે હવે તેઓ ઘરે પરત જઇ રહ્યાં છે. જણાવી દઇએ કે અમનદીપ બેંગલુરુના એખ ગુરૂદ્વારામાં શિક્ષક છે.

વધુમાં વાંચો: દુનિયાના આ શહેરમાં બાળકના જન્મ પર સરકાર આપે છે 2.5 લાખ રૂપિયા

કેમ શરૂ કરી સાઇકલ યાત્રા?
રિપોર્ટના અનુસાર, કેટલાક વર્ષોથી દારૂ પિવાના કરાણે વર્ષ 2007માં અમનદીપે તેમના મામાને ગુમાવ્યા હતા. જેમની ઉંમર 70 વર્ષ હતી. ત્યારબાદથી તેઓ વર્ષ 2008માં લોકોને નશો છોડવાનો સંદેશો આપવા સાઇકલ યાત્રા પર નિકળી પડ્યા હતા. આ યાત્રા દરમિયાન 25 રાજ્યોમાં તેઓ ગયા હતા. 35 હજાર સ્કૂલોમાં 50 હજાર ગામમાં જઇને તેમણે લેપટોપ, મોબાઇલ તેમજ પુસ્તકો દ્વારા નશાથી થતા નુકસાન વિશે લોકોને જણાવ્યું હતું.

fallbacks

આ યાત્રા પર થયો આટલો ખર્ચ
અમનદીપે આ યાત્રા દરમિયાન લગભગ 2 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. જ્યારે આ યાત્રા પૂરી કરવા માટે તેમણે 8 સાયલક, 50 ટાયર અને 37 ટ્યૂબ બદલી હતી. જણાવી દઇએ કે, અમનદીપની પત્ની બેંગલુરુમાં જ શિક્ષિકા છે. તેમને એક પુત્ર અને એક પુત્રી પણ છે. પુત્ર અમેરિકામાં ઇએનટીનો ડોક્ટર છે. યાત્રા દરમિયાન જે પણ ખર્ચ થયો તે તેમની પત્ની અને તેમના પુત્રએ રૂપિયા તેમના એકાઉન્ટમાં મોકલ્યા હતા.

વધુમાં વાંચો: આ રેલવે ટ્રેક પર જીવના જાખમે લોકો લઇ રહ્યાં છે સેલ્ફી

પુત્રીના લગ્નમાં થયા ન હતા સામેલ
જ્યારે અમનદીપ આ યાત્રા પર નિકળ્યા હતા, ત્યારે તેમની પુત્રી નાની હતી. પરંતુ વર્ષ 2012માં તેના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. જ્યારે પુત્રીના લગ્ન થયા ત્યારે અમનદીપ તેમાં સામેલ થઇ શક્યા ન હતા. જણાવી દઇએ કે અમનદીપ 6 ભાષાઓ (કન્નડ, તામિલ, તેલુગુ, અંગ્રેજી, હિન્દી અને પંજાબી) જાણે છે. તેમનો દોવો છે કે સૌથી વધુ સાઇકલ ચલાવાના મામલે તેમનું નામ ત્રણ વર્ષ પહેલા જ ‘ગિનિસ બુક’માં દાખલ થઇ ગયું છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More