Home> India
Advertisement
Prev
Next

કોરોના સંકટ વચ્ચે 28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, ભક્તો કરી શકશે બાબાના દર્શન

અમરનાથ યાત્રા આ વર્ષે 28 જૂનથી શરૂ થશે. આ યાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાછલા વર્ષે કોરોનાને કારણે યાત્રા રદ્દ કરી દેવામાં આવી હતી. 

કોરોના સંકટ વચ્ચે 28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, ભક્તો કરી શકશે બાબાના દર્શન

નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા (Amarnath yatra) ને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે યાત્રા 28 જૂનથી શરૂ થઈ રહી છે. જેનું સમાપન શ્રાવણ મહિનાની પૂર્ણિમા પર થશે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાછલા વર્ષે કોરોના વાયરસને કારણે અમરનાથ યાત્રાને રદ્દ કરી દેવામાં આવી હતી, પરંતુ હવે મહામારીની અસર થોડી ઘટી છે, તો બાબા બર્ફાનીના દર્શનના રસ્તા ફરી ખુલી ગયા છે. 

fallbacks

પાછલા વર્ષે કોરોના મહામારી વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા રદ્દ કરી દેવામાં આવી હતી. પરંતુ આ વર્ષે યાત્રા 28 જૂને સરૂ થશે, જે શ્રાવણ મહિનાની પૂનમ સુધી ચાલશે. મહત્વનું છે કે બાબા અમરનાથની યાત્રાની શ્રદ્ધાળુઓ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ યાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. તો આ વખતે કોરોના વાયરસને કારણે યાત્રાને લઈને ખાસ ગાઇડલાઇન પણ જાહેર થવાની ચર્ચા છે. 

આ પણ વાંચોઃ વિશેષ નિરીક્ષકોએ ચૂંટણી પંચને સોંપ્યો રિપોર્ટ, CM મમતા પર હુમલાનો દાવો નકાર્યો

અમરનાથ શ્રાઇન બોર્ડ કરે છે વ્યવસ્થા
અમરનાથ યાત્રાનું સંચાલન અમરનાથ શ્રાઇન બોર્ડ કરે છે. આ બોર્ડ જૂન-જુલાઈમાં થનારી યાત્રાને લઈને જાન્યુઆરીથી તૈયારીઓ શરૂ કરે છે. કોરોનાને કારણે આ વખતે યાત્રાના નિયમોમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More