Home> India
Advertisement
Prev
Next

પત્નીથી પીડિત પતિઓ માટે આશ્રમ, જ્યાં કાગડાની થાય છે પૂજા...જાણો કેમ

 આપણા દેશમાં આમ તો અનેક તીર્થ આશ્રમ હોય છે. તમે તેના વિશે જાણતા હશો કે સાંભળ્યું હશે. આજે અમે તમને એક અનોખા આશ્રમ (Patni Pidit Ashram) વિશે જણાવી રહ્યા છીએ. એવો આશ્રમ કે જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આ આશ્રમ એવા લોકો માટે છે તેમની પત્નીથી પીડિત હોય. આ વાંચીને તમને થોડી નવાઈ તો  ચોક્કસ લાગશે. પરંતુ બિલકુલ સાચુ છે. 

પત્નીથી પીડિત પતિઓ માટે આશ્રમ, જ્યાં કાગડાની થાય છે પૂજા...જાણો કેમ

નવી દિલ્હી: આપણા દેશમાં આમ તો અનેક તીર્થ આશ્રમ હોય છે. તમે તેના વિશે જાણતા હશો કે સાંભળ્યું હશે. આજે અમે તમને એક અનોખા આશ્રમ (Patni Pidit Ashram) વિશે જણાવી રહ્યા છીએ. એવો આશ્રમ કે જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આ આશ્રમ એવા લોકો માટે છે જે લોકો તેમની પત્નીથી પીડિત હોય. આ વાંચીને તમને થોડી નવાઈ તો  ચોક્કસ લાગશે. પરંતુ બિલકુલ સાચુ છે. મહારાષ્ટ્ર (Maharashtra) ના ઔરંગાબાદ (Aurangabad)  જિલ્લામાં આવો જ એક આશ્રમ છે. જે પત્નીથી પીડાયેલા લોકોએ સમાજના અન્ય પત્ની પીડિતો માટે ખોલ્યો છે. ઔરંગાબાદથી લગભગ 12 કિલોમીટર દૂર મુંબઈ-શીરડી હાઈવે પર આ આશ્રમ આવેલો છે. 

fallbacks

મહારાષ્ટ્રમાં BJP ને મસમોટો ઝટકો, આ દિગ્ગજ નેતા NCP માં જોડાશે 

દરરોજ થાય છે કાગડાની પૂજા
આશ્રમમાં પ્રવેશ કરો તેના પહેલા જ રૂમમાં કાર્યાલય છે. જ્યાં પત્ની પીડિતોની કાયદાકીય લડત અંગે સલાહ અપાય છે. કાર્યાલયમાં થર્મોકોલથી બનાવવામાં આવેલો મોટો કાગડો બધાનું ધ્યાન ખેંચે છે. રોજ સવાર સાંજ અગરબત્તીથી કાગડાની પૂજા થાય છે. આશ્રમમાં રહેતા લોકોએ જણાવ્યું કે કાગડી તો અંડા આપીને ઉડી જાય છે પરંતુ નર કાગડો તે બાળકોને ઉછેરે છે. એવી જ કઈક સ્થિતિ પત્ની પીડિત પતિની રહેવાના કારણે કાગડાની પ્રતિમાનું પૂજન થાય છે. આ આશ્રમમાં સલાહ લેનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં અહીંથી 500 લોકો સલાહ લઈ ચૂક્યા છે. બહારથી તો આ આશ્રમ એકદમ સામાન્ય લાગશે પરંતુ અંદરથી એકદમ અલગ છે. 

મહારાષ્ટ્ર: નંદુરબારમાં બસ પુલ પરથી નીચે ખાબકતા 5ના મૃત્યુ, 35 ઘાયલ, જુઓ હચમચાવી નાખે તેવા PHOTOS

આ રીતે આવ્યો આઈડિયા
આશ્રમના સંસ્થાપક ભારત ફૂલારે પોતાને પત્ની પીડિત ગણાવે છે. ઘરેલુ હિંસા કાયદા હેઠળ તેમની પત્નીએ તેમના પર કેસ દાખલ કર્યો છે. કેસના કારણે તેમણે કેટલોક સમય શહેર બહાર રહેવું પડ્યું. કોઈ પણ સંબંધી તેમની પાસે આવવા નહતો માંગતો. કાયદાકીય સલાહ લેવી પણ મુશ્કેલ બની ગઈ હતી. તે વખતે તેમને તુષાર વખારે અને અન્ય ત્રણ લોકો મળ્યા. તમામ લોકો પત્ની પીડિત રહેવાના કરાણે એકબીજાનો સહારો બન્યા અને કાયદાકીય લડત માટે મદદ મળી. ત્યારબાદ આશ્રમ બનાવવાનો વિચાર આવ્યો અને 19 નવેમ્બર 2016 પુરુષ અધિકાર દિવસના અવસરે આ આશ્રમની શરૂઆત થઈ. 

ચીની જાસૂસ યુવતીની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, સુરક્ષા એજન્સીઓના હોશ ઉડ્યા

આશ્રમના નિયમો
આ આશ્રમમાં પ્રવેશ લેવો સરળ નથી. પત્ની તરફથી ઓછામાં ઓછા 20 કેસ દાખલ થવા જરૂરી છે. ગુજરાન ભથ્થુ ન ચૂકવવાની સ્થિતિમાં જેલમાં જઈ આવેલ વ્યક્તિ અહીં પ્રવેશ લઈ શકે છે. પત્ની દ્વારા કેસ દાખલ કર્યા બાદ જેમની નોકરી ગઈ હોય તેવી વ્યક્તિ અહીં રહી શકે છે. બીજા લગ્નનો વિચાર પણ મનમાં ન લાવનાર વ્યક્તિ અહીં રહી શકે છે. આશ્રમમાં રહ્યા બાદ તમારી લાયકાત મુજબ કામ કરવું જરૂરી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More