જ્યારે તમે અંબાણી પરિવાર વિશે વિચારો તો સૌથી પહેલા તો ધ્યાનમાં એ જ આવે કે તેઓ એશિયાના સૌથી ધનિક અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં આવવાની સાથે જ મોટા બિઝનેસમેન, શાનદાર જીવનશૈલી જીવતા અને અબજો ડોલરના સામ્રાજ્ય માટે જાણીતા છે. જો કે આજે અમે તમને એક એવી કહાની જણાવીશું કે જ્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની એકવાર તેમના મિત્રોએ મજાક ઉડાવી હતી અને ભિખારી સુદ્ધા કહી દીધા હતા.
અનંતને પૈસાનું મહત્વ સમજાવ્યું
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી માટે અપાર ધન સંપત્તિ હાજર હતી. જો કે ભારતના સૌથી ધનિક પરિવારમાંથી હોવા છતાં તેમનો ઉછેર મધ્યમવર્ગીય મૂલ્યો પર આધારીત હતો, જેણે તેમને પૈસા અને વિનમ્રતાનું મહત્વ શીખવાડ્યું હતું. એક જૂના ઈન્ટરવ્યુમાં નીતા અંબાણીએ અનંત અંબાણીના બાળપણનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો જેમાં જણાવ્યું કે કેવી રીતે અબપજોપતિનો પુત્ર પણ બાળપણના ટોણાથી બાકાત નહતો.
મિત્રો કહેતા અંબાણી છે કે ભિખારી
નીતા અંબાણીએ તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે "જ્યારે મારો સંતાનો નાના હતા ત્યારે હું તેને દર શુક્રવારે શાળાની કેન્ટીનમાં ખર્ચો કરવા માટે 5-5 રૂપિયા આપતી હતી. એક દિવસ મારા સૌથી નાનો પુત્ર અનંત દોડીને મારા બેડરૂમમાં આવ્યો અને તેણે મારી પાસે 10 રૂપિયાની માંગણી કરી. જ્યારે મે તેને પૂછ્યું તો તેણે જણાવ્યું કે શાળામાં તેના મિત્રો જ્યારે પણ તેને પાંચ રૂપિયાનો સિક્કો કાઢતા જોતા હતા ત્યારે તેઓ હસતાં હતા અને કહેતા હતા કે 'અંબાણી છે કે ભિખારી'! મુકેશ અને હું અમારી જાતને હસતાં રોકી શક્યા નહીં."
બિઝનેસ અને પરિવારને સાથે લઈને ચાલો- નીતા
બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાણી પોતાના વ્યસ્ત શિડ્યૂલ છતાં એક સારા પિતા છે અને તેમની પત્ની નીતા અંબાણીએ એકવાર તેમને યાદ અપાવ્યું હુતં કે જ્યારે તેઓ રિલાયન્સ અને દેશનું ભવિષ્ય સવાંરી રહ્યા છે તો તેમણે તેમના બાળકોનું ભવિષ્ય પણ સવારવાનું છે અને તેમણે તેના માટે પૂરો સમય કાઢ્યો. દાદા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણવા છતાં અનંતે કોઈ પણ અન્ય બાળકની જેમ જ બાળપણ વિતાવ્યું અને તેમને સામાન્ય બાળકોની જેમ અંબાણી પરિવારમાં ટ્રિટ કરાયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે