Home> India
Advertisement
Prev
Next

PM મોદીના પ્રવાસ વચ્ચે USA એ H-1B વિઝા માટે રજૂ કર્યો નવો પ્લાન, ભારતીયોને ફાયદો જ ફાયદો- રિપોર્ટ

H1B Visa: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનું પ્રશાસન ભારતીયો માટે USA માં રહેવું અને કામ કરવું સરળ બનાવશે. કુશળ કર્મીઓને અમેરિકામાં આવવા અને રહેવામાં મદદ ખાતર એચ1બી વિઝાના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવનાર છે. આ જાણકારી સમગ્ર મામલાથી પરિચિત 3 લોકોએ આપી છે.

PM મોદીના પ્રવાસ વચ્ચે USA એ H-1B વિઝા માટે રજૂ કર્યો નવો પ્લાન, ભારતીયોને ફાયદો જ ફાયદો- રિપોર્ટ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનું પ્રશાસન ભારતીયો માટે USA માં રહેવું અને કામ કરવું સરળ બનાવશે. કુશળ કર્મીઓને અમેરિકામાં આવવા અને રહેવામાં મદદ ખાતર એચ1બી વિઝાના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવનાર છે. આ જાણકારી સમગ્ર મામલાથી પરિચિત 3 લોકોએ આપી છે. અત્રે જણાવવાનું કે હાલ પીએમ મોદી અમેરિકાના રાજકીય પ્રવાસે છે. 

fallbacks

સમાચાર એજન્સી રોયટર્સમાં પ્રકાશિત એક ખબર મુજબ જાણકાર 3 સૂત્રોમાંથી એકનું કહેવું હતું કે અમેરિકી વિદેશ મંત્રાલય જલદી એટલે કે ગુરુવારે જાહેરાત  કરી શકે છે કે એચ1બી વિઝાના આધારે અમેરિકામાં રહેલા કેટલાક ભારતીયો અને અન્ય વિદેશી કામદારો અત્યાર સુધી અનિવાર્ય વિદેશ યાત્રા કર્યા વગર જ અમેરિકામાં વિઝાને રિન્યૂ કરાવી શકશે અને આ એક પાઈલટ પ્રોગ્રામનો ભાગ છે જેના આવનારા વર્ષોમાં વધારવામાં આવી શકે છે. 

ભારતીય નાગરિકો અમેરિકી એચ1બી વિઝા કાર્યક્રમનો અત્યાર સુધી સૌથી વધુ ઉપયોગ કરતા આવ્યા છે અને નાણાકીય વર્ષ 2022માં અપાયેલા 4,42,000 એચ1બી વિઝામાંથી 73 ટકા ભારતીય નાગરિકો જ છે. એક અન્ય અમેરિકી અધિકારીનું કહેવું હતું કે અમે સમજીએ છીએ કે અમારા લોકોનું આવવું જવું અમારા માટે મોટી સંપત્તિ છે અને એટલે અમારા લક્ષ્ય બહુઆયામી રીતે તેનો ઉપયોગ કરવાનો છે. વિદેશ મંત્રાલય પહેલેથી જ ચીજોમાં ફેરફાર લાવવા માટે રચનાત્મક રીતો શોધવા પર આકરી મહેનત કરી રહ્યું છે. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ તે સવાલોનો કોઈ જવાબ ન આપ્યો જેમાં કાર્યક્રમમાં સામેલ કરાયેલા વિઝાના પ્રકાર વિશે જ્યારે પૂછવામાં આવ્યું કે પાઈલટ લોન્ચનો સમય પૂછવામાં આવ્યો. પાઈલટ કાર્યક્રમની યોજના પહેલીવાર ફેબ્રુઆરી બ્લૂમબર્ગ લોએ રિપોર્ટ કરી હતી. પ્રવક્તાએ કહ્યું કે આગામી એક કે બે વર્ષમાં આ પહેલને વધારવાના ઈરાદાથી પાઈલટ ઓછી સંખ્યામાં કેસોથી શરૂઆત કરશે. જો કે પ્રવક્તાએ ઓછી સંખ્યાને પરિભાષિત કરી નહીં. 

મોદી સરકારમાં ગુજરાતનો દબદબો, સૌથી વધુ 8 મંત્રી, જાણો ઈન્દિરા ગાંધીના સમયમાં કેટલા

7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ, ગુજરાતનું મીઠું, ...PM મોદીએ બાઈડેનને આપી ખાસ ગિફ્ટ, Pics

ઉઠાવનારા પગલાંમાં ફેરફાર થઈ શકે છે અને જ્યાં સુધી ઔપચારિક જાહેરાત ન કરવામાં આવે, તેમને અંતિમ સ્વરૂપ આપી શકાય નહીં. વ્હાઈટ હાઉસે પણ તેના પર કોઈ પણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી. 

અમેરિકી સરકાર દર વર્ષે કુશલ વિદેશી કામદારોની શોધ કરનારી કંપનીઓને 65,000 એચ1બી વિઝા ઉપલબ્ધ કરાવે છે. આ સાથે જ ઉન્નત ડિગ્રીવાળા કામદારો માટે 20,000 વધારાના વિઝા પણ ઉપલબ્ધ કરાવે છે. વિઝા 3 વર્ષ સુધી માન્ય રહે છે. અને તેને 3 વધુ  વર્ષ માટે રિન્યૂ કરવામાં આવી શકે છે. 

અમેરિકી સરકારના આંકડા મુજબ હાલના વર્ષોમાં સૌથી વધુ એચ1બી કર્મચારીઓનો ઉપયોગ કરનારી કંપનીઓમાં ભારત સ્થિત ઈન્ફોસિસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝની સાથે સાથે અમેરિકી અમેઝોન, અલ્ફાબેટ અને મેટા સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More