Home> India
Advertisement
Prev
Next

PM મોદીને મળીને ગદગદ થયા US ઉપરાષ્ટ્રપતિ, ગણાવ્યા મહાન નેતા, ટેરિફ વિશે શું થઈ ડીલ? 

JD Vance Meets PM ModiTalks Focus On Trade Deal: જ્યાં એક બાજુ અમેરિકાના ટેરિફ બોબ્બથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે ત્યાં આ બધા વચ્ચે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારતના પ્રવાસે છે. અહીં તેઓ પીએમ મોદીને મળ્યા અને આ બંનેની મુલાકાતના અનેક તારણો નીકળે છે. જાણો શું થઈ વાતચીત. 

PM મોદીને મળીને ગદગદ થયા US ઉપરાષ્ટ્રપતિ, ગણાવ્યા મહાન નેતા, ટેરિફ વિશે શું થઈ ડીલ? 

US Vice President JD Vance Meets PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે દિલ્હીમાં મુલાકાત કરી. ભારત અને અમેરિકાએ સોમવારે કહ્યું કે બંને દેશોએ પરસ્પરિક રીતે લાભકારી દ્વપક્ષીય વેપાર સમજૂતિ માટે વાતચીતમાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. પીએમ મોદી અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે રક્ષા, ઉર્જા અને વ્યૂહાત્મક ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરતા વ્યાપક વાટાઘાટો કરી. 

fallbacks

પરિવાર સાથે પીએમ મોદીને મળ્યા
વેન્સ ભારતીય મૂળના પત્ની ઉષા ચિલુકુરી અને ત્રણ બાળકો પુત્ર ઈવાન, વિવેક અને પુત્રી મીરાબેલ સાથે ભારતના ચાર દિવસના અંગત પ્રવાસે દિલ્હી  પહોંચ્યા. તેમનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે અમેરિકાના નવા ટેરિફ બોમ્બથી દુનિયાભરમાં તણાવ છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે વેન્સ અને મોદીએ વેપાર સમજૂતિ માટે વાર્તામાં મહત્વપૂર્ણ પ્રગતિનું સ્વાગત કર્યું અને વાટાઘાટો માટે 'સંદર્ભની શરતોને અંતિમ સ્વરૂપ આપવાની' ઔપચારિક જાહેરાત કરી. જેમાં આર્થિક પ્રાથમિકતાઓ વિશે આગળની ચર્ચાઓ માટે એક રૂપરેખા તૈયાર થઈ. 

21મી સદીની નિર્ણાયક ભાગીદારી ભારત અને અમેરિકાની
પીએમ મોદીએ અધિકૃત વાર્તા બાદ પોતાના આવાસ સાત, લોક કલ્યાણ માર્ગ પર વેન્સ અને તેમના પરિવાર માટે ડીનરનું આયોજન કર્યું. ડીનરમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ અને અમેરિકી અધિકારીઓ સામેલ થયા હતા. પીએમ ઓફિસે કહ્યું કે પીએમ મોદીએ વેન્સને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે હાર્દિક શુભકામનાઓ આપી અને કહ્યું કે આ વર્ષના અંતમાં તેમના ભારત પ્રવાસની રાહ જુએ છે. સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારી આપણા લોકો અને દુનિયાના સારા ભવિષ્ય માટે 21મી સદીની નિર્ણાયક ભાગીદારી હશે. ભારત અને અમેરિકા  દ્વિપક્ષીય વેપાર સમજૂતિ પર વાતચીત કરી રહ્યા છે. જેમ કે ફેબ્રુઆરીમાં વોશિંગ્ટન ડીસીમાં મોદી અને ટ્રમ્પની વાર્તા દરમિયાન સહમતિ બની હતી. વેપાર સમજૂતિમાં ટેરિફ અને બજાર બહોંચ સહિત અનેક મુદ્દાઓ પર સહમતિ બને તેવી શક્યતા છે. 

પીએમ મોદી મહાન નેતા- વેન્સ
બીજી બાજુ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સે પણ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે આજે સાંજે પીએમ મોદીને મળવું એ સન્માનની વાત હતી. તેઓ એક મહાન નેતા છે. તેઓ મારા પરિવારને ખુબ સ્નેહથી મળ્યા. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં હું ભારતના લોકો સાથે અમારા દોસ્તી અને સહયોગને મજબૂત કરવા માટે કામ કરવા ઉત્સુક છું. મોદી અને વેન્સે રશિયા-યુક્રેન સંઘર્ષ સહિત આપસી હિતના વિવિધ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું અને આગળ વધવા માટે વાટાઘાટો અને કૂટનીતિનું આહ્વાન કર્યું. 

શું વાતચીત થઈ
વ્હાઈટ હાઉસે કહ્યું કે વેપાર સમજૂતિ (બીટીએ) બંને દેશોમાં રોજગારનું સર્જન અને નાગરિક કલ્યાણને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રીત કરાયેલા એક નવા અને આધુનિક સમજૂતિ પર વાતચીત કરવાની તક પ્રસ્તુત કરે છે, જેનો લક્ષ્ય સંતુલિત અને પરસ્પરિક રીતે લાભકારી પ્રકારે દ્વિપક્ષીય વેપાર અને સપ્લાય ચેન એકીકરણને વધારવાનું છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે ભારત માટે અમૃત કાળ અને અમેરિકા માટે સુવર્ણ કાળ ના પોત પોતાના દ્રષ્ટિકોણથી નિર્દેશિત, બીટીએથી બંને દેશોમાં કામદારો, કિસાનો અને આંતરપ્રિન્યોર્સ માટે વિકાસની નવી તકો પેદા થવાની આશા છે. મોદી અને વેન્સની ગત મુલાકાત ફેબ્રુઆરીમાં પેરિસમાં એઆઈ એક્શન સમિટ દરમિયાન થઈ હતી. વેન્સનો પહેલો ભારત પ્રવાસ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારત સહિત લગભગ 60 દેશો પર નવા ટેરિફ લાગૂ  થયા અને પછી તેને સ્થગિત કરવાના કેટલાક સમય બાદ થઈ રહ્યો છે. આ મુલાકાત ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું છે. બંને દેશ વેપાર સમજૂતિને જલદી પૂરી કરવાની કોશિશમાં છે. આ ઉપરાંત અમેરિકા ભારતમાં રોકાણ પણ વધારી રહ્યું છે. 2023-24માં અમેરિકાએ ભારતમાં લગભગ 5 અબજ ડોલરનું રોકાણ કર્યું જે ભારતની અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર છે. 

12 વર્ષ બાદ કોઈ ઉપરાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ અને તેમનો પરિવાર ઈટાલીના પોતાના પ્રવાસ બાદ દિલ્હી પહોંચ્યા. વેન્સ 12 વર્ષમાં  ભારત આવનારા પહેલા અમેરિકી  ઉપરાષ્ટ્રપતિ છે. આ અગાઉ 2013માં જો બાઈડેને નવી દિલ્હીની મુલાકાત કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે વેન્સ અને તેમનો પરિવાર 22 એપ્રિલના રોજ જયપુરના અનેક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યાં મુજબ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ અને તેમનો પરિવાર 23 એપ્રિલની સવારે આગ્રા જશે. આગ્રામાં તેઓ તાજમહેલ અને શિલ્પગ્રામની મુલાકાત કરશે. શિલ્પગ્રામ વિવિધ ભારતીય કલાકૃતિઓને દર્શાવતું એક ઓપન એમ્પોરિયમ છે. આગ્રાના પ્રવાસ બાદ વેન્સ 23 એપ્રિલના રોજ જયપુર પાછા ફરશે. સૂત્રોએ જણાવ્યું કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ અને તેમનો પરિવાર 24 એપ્રિલના રોજ જયપુરથી અમેરિકા જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More