Home> India
Advertisement
Prev
Next

Suhani Shah: બાગેશ્વર ધામના વિવાદ વચ્ચે કેમ થવા લાગી સુહાની શાહની ચર્યા, કોણ છે આ છોકરી

Bageshwar Dham controversy: બાગેશ્વર ધામના વડા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મહિલાની પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. આ છોકરી એક ઉત્તમ જાદુગર તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. તમે ટીવી પર આ છોકરીને ઘણીવાર જોઈ હશે.

Suhani Shah: બાગેશ્વર ધામના વિવાદ વચ્ચે કેમ થવા લાગી સુહાની શાહની ચર્યા, કોણ છે આ છોકરી

નવી દિલ્હીઃ Bageshwar Dham controversy: બાગેશ્વર ધામના વડા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મહિલાની પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. આ છોકરી એક ઉત્તમ જાદુગર તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. તમે ટીવી પર આ છોકરીને ઘણીવાર જોઈ હશે. અમે વાત કરી રહ્યા છીએ 32 વર્ષની સુહાની શાહની. સુહાની ટેલિવિઝન પર લોકોના મનને વાંચી લે છે. ઘણા લોકોએ તેની રજૂઆતને સ્ક્રિપ્ટેડ ગણાવી છે. તો સુહાની શાહ દાવો છે કે 'મન વાંચવું' એક કળા છે. બાગેશ્વર સરકાર દાવો કરે છે કે વ્યક્તિને 'દૈવી શક્તિઓ'ની જરૂર નથી. ચાલો તમને સુહાની શાહ વિશે વિગતવાર જણાવીએ.

fallbacks

કોણ છે સુહાની શાહ?
એક ધોરણ ભણ્યા બાદ ક્યારેય સ્કૂલ ન જનારી સુહાની શાહ પોતાને જાદુ-ટોણાંની વિદ્યાની જાણકાર ગણાવે છે. 7 વર્ષની ઉંમરે પહેલો સ્ટેજ શો કરનાર સુહાની શાહ અઢી દાયકાથી જાદુના ક્ષેત્રમાં સક્રિય છે. 22 ઓક્ટોબર 1997ના રોજ અમદાવાદના 'ઠાકોર ભાઈ દેસાઈ' હોલમાં 7 વર્ષની ઉંમરે તેમનો પ્રથમ સ્ટેજ શો કર્યો હતો.

આ પણ વાંચોઃ સબરીમાલા મંદિરમાં આવ્યું એટલુ દાન કે ગણતા-ગણતા થાકી ગયા કર્મચારી, સિક્કાનો થયો ઢગલો

બાળપણનું સપનું
સુહાનીએ ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તે બાળપણથી જ જાદુગર બનવા માંગતી હતી. હવે સુહાની શાહ જાદુ પરી તરીકે જાણીતી છે. તે છેલ્લા 25 વર્ષથી જાદુ કરી રહી છે. તેણે પાંચ વર્ષની ઉંમરે જ જાદુ શીખવાનું શરૂ કરી દીધુ હતુ. 

જાદુ સિવાય શું કરે છે સુહાની ?
એક પ્રખ્યાત જાદુગર હોવા ઉપરાંત, સુહાની એક કોર્પોરેટ ટ્રેનર, લાઈફ કોચ, પ્રોફેશનલ હિપ્નોથેરાપિસ્ટ અને 5 પુસ્તકોની લેખક પણ છે. બે દાયકાથી વધુ સમયથી, તે વિશ્વભરમાં પ્રવાસ કરી રહી છે અને તેના શો દ્વારા લોકોને પ્રભાવિત કરી રહી છે. એટલું જ નહીં તે અન્ય જાદુગરોને પણ ટ્રેનિંગ આપી રહી છે.

પુસ્તક લખવાનું નક્કી કર્યું
જ્યારે તેઓ વિશ્વભરમાં ફર્યા ત્યારે ઘણા લોકો તેમની પાસે અલૌકિક શક્તિઓ વિશે પૂછવા આવ્યા. જેથી તે લોકોનું મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન શીખવા માટે પ્રોત્સાહિત થઈ હતી. જે પછી, તેમણે લોકોનું મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન શીખવાના તેમના અનુભવ વિશે એક પુસ્તક લખવાનું નક્કી કર્યું.

આ પણ વાંચોઃ રાજસ્થાની પાઘડી, ક્રીમ કલરનો ઝબ્બો અને સફેદ સાલ, PM નો જોવા મળ્યો અનોખો અંદાજ

સુહાની શાહની લોકપ્રિયતા
સ્ટેજ શોમાં માઇન્ડ રીડિંગ કરવા ઉપરાંત સુહાની શાહ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. સુહાની શાહની યુટ્યુબ ચેનલ 21 ઓક્ટોબર 2007થી ચાલી રહી છે. સુહાની શાહે કરીના કપૂર, ઝાકિર ખાન, સાઇના નેહવાલ અને સંદીપ મહેશ્વરી સહિત અનેક ન્યૂઝ ચેનલો અને શોમાં લાઇવ જાદુ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More