Home> India
Advertisement
Prev
Next

Rajasthan: BJP નેતા બોલ્યા- સારા છે સચિન પાયલટ, જલદી અમારી પાર્ટીમાં થશે સામેલ

અબ્દુલ્લાકુટ્ટીએ અહીં મીડિયાકર્મીઓનો કહ્યું- સચિન પાયલટ સારા નેતા છે. મારૂ માનવુ છે કે તે ભવિષ્યમાં જલદી ભાજપમાં સામેલ થશે. 

Rajasthan: BJP નેતા બોલ્યા- સારા છે સચિન પાયલટ, જલદી અમારી પાર્ટીમાં થશે સામેલ

જયપુરઃ ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એપી અબ્દુલ્લાકુટ્ટીએ રવિવારે અહીં કહ્યુ કે, કોંગ્રેસ નેતા સચિન પાયલટ સારા નેતા છે અને તે પોતાના કેટલાક સાથીઓની સાથે જલદી ભાજપમાં સામેલ થઈ જશે. અબ્દુલ્લાકુટ્ટીએ આ નિવેદન તેવા સમયે આપ્યું છે જ્યારે કોંગ્રેસમાં સચિન પાયલટનું જૂથ મુખ્યમંત્રી અશોક ગેહલોતના જૂથથી નારાજ ચાલી રહ્યું છે. પાછલા વર્ષે સચિન પાયલટે બળવો કરી દીધો હતો અને તેના ભાજપમાં સામેલ થવાની અટકળો વચ્ચે પાર્ટી નેતૃત્વએ તેમને મનાવી લીધા હતા. 

fallbacks

અબ્દુલ્લાકુટ્ટીએ અહીં મીડિયાકર્મીઓનો કહ્યું- સચિન પાયલટ સારા નેતા છે. મારૂ માનવુ છે કે તે ભવિષ્યમાં જલદી ભાજપમાં સામેલ થશે. અબ્દુલ્લાકુટ્ટી અહીં ભાજપ અલ્પસંખ્યક મોર્ચાની પ્રદેશ કાર્ય સમિતિની બેઠકમાં સામેલ થવા આવ્યા હતા. 

આ પણ વાંચોઃ મુંબઈગરાઓ આનંદો...મુંબઈમાં આ તારીખથી લોકલ ટ્રેનો શરૂ થઈ જશે, મુસાફરી કરવી હોય તો આ શરત

પાયલટની ભાજપમાં સામેલ થવાની અટકળો ત્યારે લાગી હતી, જ્યારે એક વર્ષ પહેલા તેમના નેતૃત્વમાં કેટલાક ધારાસભ્યોએ મુખ્યમંત્રી અશોક ગેહલોતના નેતૃત્વ વિરુદ્ધ બળવો કરી દીધો હતો. પરંતુ પાયલટ તરફથી આવી કોઈ સંભાવનાનો ઇનકાર કરવામાં આવ્યો છે. આ વર્ષે જૂનમાં ભાજપ નેતા રીતા બહુગુણા જોશીએ કહ્યું હતું કે તેમણે કથિત રીતે નારાજ ચાલી રહેલા કોંગ્રેસ નેતા સાથે ભાજપમાં સામેલ થવા વિશે વાત કરી હતી. તેના પર કટાક્ષ કરતા પાયલટે કહ્યુ હતુ કે, બની શકે કે ભાજપ નેતાએ સચિન તેંડુલકર સાથે વાત કરી હોય  અને બહુગુણામાં તેમની સાથે વાત કરવાની હિંમત નથી. 

અબ્દુલ્લાકુટ્ટીએ કહ્યુ કે, તે જૂઠ છે કે ભાજપ મુસલમાનો વિરુદ્ધ છે. તેમણે કહ્યું- આ જૂઠ છે કે ભાજપ મુસલમાનો વિરુદ્ધ છે. અમારા આદરણીય સંઘ પ્રમુખ મોહન ભાગવત સ્પષ્ટ રૂપથી કહી ચુક્યા છે કે મુસ્લિમ અને હિન્દુ એક છે અને તેનું ડીએનએ પણ એક છે. તો કોંગ્રેસ નેતાઓએ અબ્દુલ્લાકુટ્ટીના નિવેદનની ટીકા કરી છે. પ્રદેશ કોંગ્રેસ કમિટી અલ્પસંખ્યક વિભાગના પૂર્વ અધ્યક્ષ આબિદ કાગજીએ અબ્દુલ્લાકુટ્ટીના નિવેદનને ગેરમાર્ગે દોરનારૂ ગણાવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More