Home> India
Advertisement
Prev
Next

PM Kisan Samman Nidhi: અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, મળશે 18000 રૂપિયા

પશ્ચિમ બંગાળ(West Bengal) વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો ગરમાવો વધી રહ્યો છે. દરેક પાર્ટી પોત પોતાની રીતે મતદારોને પોતાના તરફ  ખેંચવાના ભરપૂર પ્રયત્નો કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) એક ચૂંટણી રેલીમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કહેવાય છે કે અમિત શાહની આ જાહેરાત બંગાળ ચૂંટણીમાં માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે. 

PM Kisan Samman Nidhi: અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, મળશે 18000 રૂપિયા

કોલકાતા: પશ્ચિમ બંગાળ(West Bengal) વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો ગરમાવો વધી રહ્યો છે. દરેક પાર્ટી પોત પોતાની રીતે મતદારોને પોતાના તરફ  ખેંચવાના ભરપૂર પ્રયત્નો કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) એક ચૂંટણી રેલીમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કહેવાય છે કે અમિત શાહની આ જાહેરાત બંગાળ ચૂંટણીમાં માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે. 

fallbacks

દરેક ખેડૂતને મળશે 18 હજાર રૂપિયા
મોદી સરકારે ખેડૂતો (Farmers) માટે કિસાન સન્માન નિધિની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ મળવાપાત્ર ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા સરકાર તરફથી આપવામાં આવે છે. આ યોજનાને હજુ બંગાળમાં લાગુ કરાઈ નથી. ચૂંટણી રેલીમાં અમિત શાહે જાહેરાત કરી કે જો બંગાળમાં ભાજપની સરકાર બની તો કિસાન સન્માન નિધિ શરૂઆતથી લાગુ કરવામાં આવશે. કિસાન સન્માન નિધિ દેશમાં લાગુ કર્યે બે વર્ષ થઈ ચૂક્યા છે જે હેઠળ 12-12 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યા છે. અમિત શાહના નિવેદનને તેની સાથે જોડવામાં આવી રહ્યું છે. બંગાળમાં ચૂંટણી જીતવા પર ભાજપ દરેક ખેડૂતના ખાતામાં 2 વર્ષની બાકી રકમની સાથે ત્રીજો હપ્તો પણ જમા કરશે જેનાથી ખેડૂતના ખાતામાં 18-18 હજાર  રૂપિયા આવશે. 

New Labour Laws: સરકાર લાગુ કરશે નવા શ્રમ કાયદા!, જો 15 મિનિટ પણ વધુ  કામ કરશો તો મળશે ઓવરટાઈમના પૈસા

લાખો ખેડૂતોને થશે ફાયદો
આંકડા મુજબ ખેડૂત સન્માન નિધિના હેઠળ જે ગાઈડલાઈન્સ બનાવવામાં આવી છે તેમાં પશ્ચિમ બંગાળના લગભગ 70 લાખ ખેડૂતો આવે છે. જેમને આ યોજનાનો ફાયદો મળી શકે છે. આવામાં અમિત શાહ (Amit Shah) ના આ નિવેદનને ખુબ મહત્વનું ગણવામાં આવી રહ્યું છે કારણ કે આ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને ચૂંટણી પ્રચારથી સ્પષ્ટ છે કે ભાજપ અને ટીએમસીમાં કાંટાની ટક્કર જોવા મળશે. 

બંગાળમાં ખેડૂતોને નથી મળ્યો સન્માન નિધિનો લાભ
પશ્ચિમ બંગાળ (West Bengal) માં લગભગ 70 લાખ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) નો લાભ મળ્યો નથી કારણ કે સીએમ મમતા બેનરજીએ આ યોજનાને બંગાળમાં લાગુ કરી નથી. કેટલાક ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી  પરંતુ વેરિફિકેશનનું કામ રાજ્ય સરકારનું છે. રાજ્ય સરકારના વેરિફિકેશન ન કરવાના કારણે કેન્દ્ર સરકાર તરફથી આ ખેડૂતોને મદદ ન કરવામાં આવી. વાત જાણે એમ છે કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ રાજ્ય સરકાર ખેડૂતોના રેવન્યૂ રેકોર્ડ, આધાર નંબર અને બેન્ક એકાઉન્ટ નંબરનું વેરિફિકેશન કરે છે. રાજ્ય સરકાર જ્યાં સુધી એકાઉન્ટ વેરિફાય ન કરે ત્યાં સુધી ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો નથી. 

નેપાળ અને શ્રીલંકામાં ભાજપની સરકાર? Tripura CM ના એક નિવેદનથી ખળભળાટ

ખોટી જાણકારી આપવી ભારે પડશે
ખેડૂત સન્માન નિધિની ગાઈડલાઈન્સ મોદી સરકારે અપડેટ કરી દીધી છે. આ યોજના હેઠળ જેટલા પણ ખેડૂતોએ  ખોટી જાણકારી આપીને યોજનાનો ફાયદો ઉઠાવ્યો હતો તેમની પાસેથી સરકાર પૈસા પાછા લઈ રહી છે. આવામાં એ જાણવું જરૂરી છે કે કયા ખેડૂતો આ યોજનાના યોગ્ય હકદાર છે. કારણ કે જાણકારીના અભાવમાં કે પછી ભૂલથી પણ ખોટી જાણકારી આપી દેવાય તો ભારે પડી શકે છે. 

કિસાન સન્માન નિધિની ગાઈડલાઈન્સ
1- ખેતરમાં મજૂરી કરનારા ખેડૂતોને યોજનાનો લાભ નહીં મળે.
2- સરકારી કે રિટાયર્ડ કર્મચારી પણ યોજનાના હકદાર નથી.
3. હાલના મંત્રી ઉપરાંત પૂર્વ મંત્રી, સાંસદ અને વિધાયકને ફાયદો નહીં મળે.
4. પ્રોફેશનલ રજિસ્ટર્ડ ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સીએને પણ લાભ નહીં મળે. 
5. આવકવેરો ભરનારા ખેડૂત પરિવારને લાભ નહીં મળે. 
6. 10 હજારથી વધુ પેન્શન મેળવતા ખેડૂતો હકદાર નથી.
7. ખેતીની જમીનનો બીજા કામોમાં ઉપયોગ કરનારા ખેડૂતોને પણ ફાયદો નહીં. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More