Home> India
Advertisement
Prev
Next

અમિત શાહનો રાજસ્થાન પ્રવાસ, ભારત-પાકિસ્તાન બોર્ડર પર જવાનો સાથે રાત પસાર કરશે ગૃહમંત્રી

અમિત શાહની જૈસલમેર યાત્રા પ્રથમવાર મનાવવામાં આવી રહેલા બીએસએફના 57માં સ્થાપના દિવસ સમારોહના સમયે થઈ રહી છે. 
 

અમિત શાહનો રાજસ્થાન પ્રવાસ, ભારત-પાકિસ્તાન બોર્ડર પર જવાનો સાથે રાત પસાર કરશે ગૃહમંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 4 ડિસેમ્બરે રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદ પર રાત પસાર કરશે. ગૃહ મંત્રાલયના સર્વોચ્ચ સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યુ કે, શાહ 4થી 5 ડિસેમ્બર વચ્ચે રાજસ્થાનની પોતાની બે દિવસીય યાત્રા દરમિયાન બીએસએફ કર્મીઓ સાથે રહેશે. ગૃહ   મંત્રી ચાર ડિસેમ્બરે જેસલમેર જશે અને ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત બીએસએફના જવાનો સાથે મુલાકાત કરશે. 

fallbacks

અમિત શાહની જૈસલમેર યાત્રા પ્રથમવાર મનાવવામાં આવી રહેલા બીએસએફના 57માં સ્થાપના દિવસ સમારોહના સમયે થઈ રહી છે. 

સૂત્રોએ જણાવ્યું કે, ગૃહ મંત્રી ચાર ડિસેમ્બરે જૈસલમેર પહોંચીને દેશની પશ્ચિમી સરહદ પર સુરક્ષાની સમીક્ષા કરશે અને બીએસએફ જવાનો દ્વારા કરવામાં આવી રહેલા રાત્રી પેટ્રોલિંગ પર નજર રાખશે. તે ક્ષેત્રમાં એક સરહદ ચોકી પર બીએસએફ જવાનોની સાથે એક રાત પસાર કરશે. આ પ્રથમ તક હશે જ્યારે ગૃહ મંત્રી સરહદની પાસે બીએસએફ જવાનોની સાથે રાત પસાર કરશે. 

આ પણ વાંચોઃ Farmers Protest: જલદી સમાપ્ત થઈ શકે છે કિસાન આંદોલન, સરકારે MSP પર વાત કરવા માંગ્યા 5 નામ

ગૃહ મંત્રી 5 ડિસેમ્બરની સવારે બીએસએફના સ્થાપના દિવસ કાર્યક્રમમાં સામેલ થશે અને પછી જયપુર રવાના થશે. 

બીએસએફ પહેલા પોતાનો સ્થાપના દિવસ દિલ્હીમાં મનાવતુ હતું. 1 ડિસેમ્બર 1965ના સ્થાપિત, BSF ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશની સરહદોની રક્ષા માટે જવાબદાર છે. 

આ પણ વાંચો- Winter Session: વાયરસના નવા વેરિએન્ટ Omicron ના ડર વચ્ચે બુધવારે લોકસભામાં થશે કોરોના પર ચર્ચા

બીએસએફ કાશ્મીર ઘાટીમાં ઘુષણખોરી વિરોધી ભૂમિકા, ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં ઉગ્રવાદ વિરોધી, ઓડિશા અને છત્તિસગઢ જેવા રાજ્યોમાં નક્સલ વિરોધી અભિયાન અને પાકિસ્તાન-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદની સાથે એકીકૃત તપાસ ચોકીઓની સુરક્ષામાં પણ ભૂમિકા નિભાવી રહ્યું છે. 

પોતાના બે દિવસના જયપુર પ્રવાસમાં અમિત શાહ રાજસ્થાન પ્રદેશ ભાજપની કાર્ય સમિતિ અને સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, પંચાયત સમિતિના સભ્યો અને પ્રધાનો સહિત જનપ્રતિનિધિઓની બેઠકની અધ્યક્ષતા પણ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More