નવી દિલ્હી: નથૂરામ ગોડસે પર પ્રજ્ઞા ઠાકુરના નિવેદન બાદ સર્જાયેલા વિવાદ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, આ રીતના નિવદેનથી પાર્ટીને કોઇ લેવા-દેવા નથી. આ રીતના ભાજપ નેતાઓ અનંત હેગડે, નલિન કટીલના ગોડસે પરના નિવેદન પર અમિત શાહએ કહ્યું કે આ નેતાઓના ખાનગી નિવેદન છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ત્રણેય નેતાઓએ તેમના નિવેદન પરત લેતા માફી માગી લીધી છે. જોકે પાર્ટીના અનુશાસન સમિતિ આ ત્રણેય નેતાઓ પાસે તેમનો જવાબ માગશે અને 10 દિવસની અંદર પાર્ટીને તેમનો રિપોર્ટ સોંપશે.
વધુમાં વાંચો: Video: રાહુલ ગાંધીએ કહ્યું- નોટબંધી સમયે PM મોદીએ તેમની કેબિનેટને તાળામાં બંધ કરી
અનંત કુમાર હેગડે
આ પહેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે નથૂરામ ગોડસેને દેશભક્ત કહેવા પર થયેલા વિવાદ બાદ તેમનું સમર્થન આપવા મુદ્દે કેન્દ્રીય મંત્રી અને કર્નાટક ભાજપના નેતા અનંત કુમાર હેગડેઅ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, મારૂ ટ્વિટર એકાઉન્ટ કાલથી હેક થઇ ગયું હતું. મહાત્મા ગાંધીની હત્યાને ન્યાયોચિત ઠરાવવા કોઇ યોગ્ય નથી. તેમની હત્યા પર કોઇ સહાનુભૂતિ થઇ શકે નહીં અથવા તેને ન્યાયસંગત ગણાવી શકાય નહીં. અમે બધા જ મહાત્મા ગાંધીએ રાષ્ટ્ર માટે આપેલા યોગદાનનું સન્માન કરીએ છે.
વધુમાં વાંચો: નિવેદનથી ફર્યા ગુલામ નબી આઝાદ, કહ્યું- ‘5 વર્ષ સરકાર ચલાવી છે તો કોંગ્રેસમાંથી હોય પીએમ’
આ પહેલા તેમણે બે ટ્વિટ ચર્ચાનો વિષય બની હતી. તેના પર થયેલા વિવાદ પર હેગડેએ સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે, તેમના ટ્વિટર એકાઉન્ટ હેક થઇ ગયું હતું. અનંત કુમાર હેગડેએ પણ કહ્યું કે, છેલ્લા એક એઠવાડીયામાં બે વખત તેમનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું અને ટાઇમલાઇન પર ખાસ પ્રકારની ટ્વિટ પોસ્ટ કરવામાં આવી. જેને હટાવી દેવામાં આવી છે.
વધુમાં વાંચો: શારદા ચિટફંડ: IPS રાજીવ કુમારની ધરપકડ પર લાગેલા પ્રતિબંધને SCએ હટાવ્યો
Amit Shah:Statements of Ananthkumar Hegde,Pragya Thakur&Nalin Kateel are their personal opinion,BJP has nothing to do with it.They have withdrawn their statements&apologized. BJP has taken their statements seriously and sent these statements to disciplinary committee (file pic) pic.twitter.com/8ZJYAIeKBl
— ANI (@ANI) May 17, 2019
પ્રજ્ઞા ઠાકુરે ગોડસેને દેશભક્ત ગણાવ્યા, પથી માગી માફી
ઉલ્લેખનીય છે કે, ભોપાલ લોકસભા સીટથી ભાજપની ઉમેદવાર તેમજ માલેગાવ વિસ્ફોટની આરોપી પ્રજ્ઞાસિંહ ઠાકુરે મહાત્મા ગાંધીના હત્યારાને ગુરૂવારના દેશભક્ત ગણાવી નવો વિવાદ ઉભો કર્યો હતો. ઠાકુરના આ નિવેદન પર કોંગ્રેસ તેમજ વિપક્ષે આક્રોશ વ્યક્ત કરતા આરોપ લગાવ્યો કે, ‘શહીદોનું અપમના કરવું ભાજપના ડીએનએમાં છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે