Home> India
Advertisement
Prev
Next

BJP Meeting: 'ગત વખત કરતાં વધુ બેઠકો જીતવી છે, ભાજપની બેઠકમાં અમિત શાહે મંત્રીઓને આપ્યો નિર્દેશ

Delhi BJP Meeting: ભાજપની બેઠક દરમિયાન ઘણા મંત્રીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો કે પહેલા પ્રવાસ પૂરો કરો, સંગઠનનું કામ પ્રાથમિક રૂપે જરૂરી છે. 

BJP Meeting: 'ગત વખત કરતાં વધુ બેઠકો જીતવી છે, ભાજપની બેઠકમાં અમિત શાહે મંત્રીઓને આપ્યો નિર્દેશ

નવી દિલ્હીઃ Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં ભલે દોઢ વર્ષ કરતા વધુ સમય બાકી હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી પોતાની તૈયારીઓ અને રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ કડીમાં મંગળવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષે 144 લોકસભા સીટો પર પાર્ટીને વધુ મજબૂત કરવાની કવાયત માટે કેન્દ્રીય મંત્રીઓ સાથે સમીક્ષા કરી હતી. 

fallbacks

આ બેઠક દરમિયાન પ્રવાસ કાર્યક્રમને લઈને બીએલ સંતોષે એક પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. આ દરમિયાન ઘણા મંત્રીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો કે પહેલા પ્રવાસ કાર્યક્રમને પૂરો કરો, સંગઠનનું કામ પ્રાથમિક રૂપથી જરૂરી છે. હકીકતમાં સમીક્ષા દરમિયાન જાણવા મળ્યું કે ઘણા મંત્રીઓએ પ્રવાસ કાર્યક્રમ પૂરા કર્યાં નથી. 

અમિત શાહે વ્યક્ત કરી નારાજગી
સૂત્રો પ્રમાણે આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે સંગઠન પ્રાથમિકતા હોવું જોઈએ. સંગઠને જે કાર્ય આપ્યું છે તેને પ્રાથમિકતાના આધાર પર કરો. અમિત શાહ મંત્રીઓ દ્વારા હારેલી લોકસભા સીટો પર પ્રવાસ ગંભીરતાથી પૂર્ણ ન કરવાને કારણે નારાજ હતા. તેમણે કહ્યું કે પાછલી ચૂંટણી કરતા વધુ સીટો જીતવાની છે. પાછલી વખતે 2019માં હારેલી સીટોમાં 30 ટકા સીટો જીતી હતી. આ વખતે 2014માં હારેલી સીટોમાંથી 50 ટકા જીતવી છે. તેમણે કહ્યું કે બિહારની હારેલી લોકસભા સીટો પર ખાસ ધ્યાન આપવું છે.

આ પણ વાંચોઃ કારમાં પાછળની સીટ પર બેઠેલા લોકો માટે પણ સીટબેલ્ટ ફરજીયાત, સરકારનો મોટો નિર્ણય

બીજા તબક્કાના પ્રવાસ કાર્યક્રમ પણ નક્કી કર્યાં
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ હારેલી સીટોના ઈન્ચાર્જ મંત્રીઓએ પોતાનો પ્રવાસ પૂરો ન કરવા પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે મંત્રીઓને આ સીટો પર પ્રવાસ પૂરો કરવાનો નિર્દેશ આપ્યો છે. માત્ર 32 મંત્રીઓએ પોતાનો પ્રવાસ પૂરો કર્યો છે. પાર્ટીના સર્વોચ્ચ નેતૃત્વએ હારેલી તમામ સીટોની જવાબદારી નક્કી કરવાનો નિર્દેશ આપ્યો છે. ભાજપના સૂત્રોએ કહ્યું કે પ્રથમ તબક્કાના પ્રવાસના રિપોર્ટમાં ભાજપને સકારાત્મક વલણ મળી રહ્યું છે. બીજો તબક્કાનો પ્રવાસ કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવ્યો. ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી બીજા તબક્કાનો પ્રવાસ કાર્યક્રમ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More