Home> India
Advertisement
Prev
Next

Amit Shah Bengal Visit Live Updates:બાઉલ ગાયકના ઘરે અમિત શાહે કર્યું ભોજન

ગૃહમંત્રી અમિત શાહ પશ્વિમ બંગાળના પ્રવાસના બીજા દિવસે બીરભૂમ પહોંચ્યા. ગૃહમંત્રી બીરભૂમના શાંતિ નિકેતન પહોંચ્યા. તેમણે ત્યાં ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપી. ગૃહમંત્રી અમિત શાહ ભારતી વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં પણ સામેલ થશે.  

Amit Shah Bengal Visit Live Updates:બાઉલ ગાયકના ઘરે અમિત શાહે કર્યું ભોજન

બીરભૂમ: ગૃહમંત્રી અમિત શાહ પશ્વિમ બંગાળના પ્રવાસના બીજા દિવસે બીરભૂમ પહોંચ્યા. ગૃહમંત્રી બીરભૂમના શાંતિ નિકેતન પહોંચ્યા. તેમણે ત્યાં ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપી.ગૃહમંત્રી અમિત શાહ ભારતી વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં પણ સામેલ થયા. અમિત શાહ વિશ્વભારતીથી નીકળીને બપોરે લોક ગાયક બાસુદેવના ઘરે પહોંચ્યા. 

fallbacks

અમિત શાહ વિશ્વભારતીથી નીકળીને બપોરે લોક ગાયક બાસુદેવના ઘરે પહોંચ્યા હતાં. અત્રે જણાવવાનું કે બાસુદેવ પ્રસિદ્ધ બાઉલ ગાયક છે. બાઉલ ગાન બંગાળની સંસ્કૃતિ રહી છે. જેના કાયલ તો ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોર પણ હતા. અમિત શાહ તેમના ઘરે લંચ પર પહોંચ્યા. ભોજન અગાઉ બાસુદેવે શાહને ગીત સંભળાવ્યું. લંચમાં મગની દાળ, આલુ પોસ્તો પીરસવામાં આવ્યા. માટીના વાસણોમાં બનેલા ભાત અમિત શાહને પીરસાયા. 

આવી હતી અમિત શાહની થાળી
અમિત શાહની થાળીમાં સાદગીભર્યા ભોજન પીરસવામાં આવ્યા હતા. જેમાં ભાત, દાળ, બેંગન ભાજા, પોટેટો ભાજા, પાલંગ સાગ, ચટણી, પાપડ અને મિષ્ટાનમાં રસગુલ્લા હતા. આ ભોજન બંગાળની ઓળખ છે. 

fallbacks

તમને જણાવી દઇએ કે અમિત શાહે રવિન્દ્ર ભવનમાં ગુરૂ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. અમિત શાહ વિશ્વભારતીય વિશ્વવિદ્યાલયમાં કલાકારોનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ જોયો. આ દરમિયાન તે મંત્રમુગ્ધ જોવા મળ્યા. 

અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે અમિત શાહે એક ખેડૂતના ઘરે બપોરે ભોજન કર્યું હતું. આ દરમિયાન ગૃહમંત્રી સાથે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, પશ્વિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ અને અન્ય નેતા સાથે હતા. અમિત શાહ તે પહેલાં આદિવાસીઓના ઘરે પણ ભોજન કરી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More