Home> India
Advertisement
Prev
Next

અમિત શાહની રાહુલ ગાંધીને સલાહ 'ઝડપથી સાજા થઇ જાઓ યુવરાજ'

અમિત શાહે કહ્યું કે, હવે રાહુલ ગાંધી પોતાની જાત સિવાય તમામ માનવતાને નફરતથી ભરેલી જુએ છે

અમિત શાહની રાહુલ ગાંધીને સલાહ 'ઝડપથી સાજા થઇ જાઓ યુવરાજ'

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વીટનો જવાબ ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ દ્વારા આપ્યું છે. અમિત શાહે પોતાનાં ટ્વીટમાં રાહુલ પર વ્યંગ કરતા કહ્યું, 'ઝડપથી સુધરી જાઓ યુવરાજ જી' અત્રે ઉલ્લેખનીય છે કે,  શાહે રાહુલનાં ટ્વીટને ભ્રમ અને અહંકારનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું છે. અમિત શાહે લખ્યું છે કે તેઓ રાહુલ ગાંધી પોતાની જાતને છોડીને તમામ માનવતાને નફરતથી ભરેલા જુએ છે. ઝડપી સાજા થઇ જાઓ યુવરાજ. 

fallbacks

fallbacks

આ અગાઉ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, નફરત કાયરતા છે, મને કોઇ ફરક નથી પડતો જો સમગ્ર વિશ્વ પણ નફરતથી ભરાઇ જાય. હું કાયર નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે,  હું ગુસ્સા અને નફરતની પાછળ નહી છુપાઉ. હું તમામ જીવિત પ્રાણીઓને પ્રેમ કરુ છું. તેમાં પણ તેમને નફરતે અસ્થાઇ રીતે અંધ બનાવી દીધા છે. 

fallbacks

આ અગાઉ અમિત શાહે શુક્રવારે અરૂણાચલપ્રદેશની એક રેલીમાં પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે  કોંગ્રેસે પોતાનાં કાર્યકાળ દરમિયાન આતંકવાદ અને ભ્રષ્ટાચારને દેશથી ઉખાડી ફેંકવા માટેનો કોઇ પ્રયાસ નથી કરવામાં આવ્યો. 

ED ચાર્જશીટ કોઇ ચૂંટણીનો મુદ્દો નહી, RG, AP અને FAM અંગે સ્પષ્ટતા કરે કોંગ્રેસ

અમિત શાહે આરોપ લગાવ્યો કે, જ્યારે મોદીજીએ પુલવામા હુમલા બાદ આતંકવાદી શિબિરોની વિરુદ્ધ હવાઇ હુમલાનો આદેશ આપીને પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદ જુથો વિરુદ્ધ કાર્યવાહી કરી તો પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદી જુથો વિરુદ્ધ કાર્યવાહી કરી તો પાકિસ્તાન અને રાહુલ ગાંધીના ચહેરા પર ઉદાસી છવાઇ ગઇ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More