Home> India
Advertisement
Prev
Next

Video: લગ્ન પહેલા પતિ સાથે રોમેન્ટિક થઈ ઈશા અંબાણી

 બોલિવુડમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. આ વચ્ચે બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ લગ્નના બંધનમા બંધાવા જઈ રહી છે. ઈશાના લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુંબઈના અંબાણી હાઉસમાં યોજાવાના છે. પરંતુ આ પહેલા ઈશા અને આનંદના સંગીતથી લઈને અનેક રીતરિવાજો ઉદયપુરમાં શાહી ઠાઠથી ઉજવવામાં આવી રહી છે. અંબાણી પરિવારમાં ચાલી રહેલ આ જશ્નમાં આખુ બોલિવુડ ઉમટી પડ્યું છે. શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, ઐશ્વર્યા, અભિષેક બચ્ચન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, દિશા પટાની, પ્રિયંકા ચોપરા જેવા અનેક કલાકારો સામેલ છે.

Video: લગ્ન પહેલા પતિ સાથે રોમેન્ટિક થઈ ઈશા અંબાણી

નવી દિલ્હી : બોલિવુડમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. આ વચ્ચે બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ લગ્નના બંધનમા બંધાવા જઈ રહી છે. ઈશાના લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુંબઈના અંબાણી હાઉસમાં યોજાવાના છે. પરંતુ આ પહેલા ઈશા અને આનંદના સંગીતથી લઈને અનેક રીતરિવાજો ઉદયપુરમાં શાહી ઠાઠથી ઉજવવામાં આવી રહી છે. અંબાણી પરિવારમાં ચાલી રહેલ આ જશ્નમાં આખુ બોલિવુડ ઉમટી પડ્યું છે. શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, ઐશ્વર્યા, અભિષેક બચ્ચન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, દિશા પટાની, પ્રિયંકા ચોપરા જેવા અનેક કલાકારો સામેલ છે.

fallbacks

આમ તો ઈશા અને આનંદના આ સેલિબ્રેશનના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે. જેમાં બોલિવુડ સ્ટાર્સ પણ થિરકતા નજરે આવી રહ્યાં છે. પરંતુ રવિવારે ઉદયપુરના પેલેસમાં યોજાયેલ સંગીત ફંકશનાં દુલ્હા-દુલ્હન બનવા જઈ રહેલ આનંદ અને ઈશાનો બહુ જ રોમેન્ટિક ડાન્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આનંદ પોતાની દુલ્હન ઈશાને ઊંચકી લેતો અને કિસ કરતો નજરે આવી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, 8 ડિસેમ્બરથી ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. બોલિવુડ ઉપરાંત લગ્નમા રાજનેતા, હોલિવુડ સ્ટાર્સ, સ્પોર્ટસ હસ્તીઓ પણ હાજરી આપવા પહોંચી ગઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More