શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કરી દીધા છે. અહીંના દૂરુ વિસ્તારના ક્રીરીમાં અથડામણ દરમિયાન સેનાએ બે આતંકીઓને ઢેર કરી દીધા છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી વિજય કુમારે કહ્યુ કે, આ અથડામણના બે મહત્વના પાસાં છે. પ્રથમ તે કે આતંકીઓનો આ તે સમૂહ છે જે પાછલા મહિને 16 તારીખે વતનાદ અથડામણ દરમિયાન ભાગી ગયો હતો, અથડામણમાં એક જવાન શહીદ થયો હતો.
તેમણે બીજુ પાસું જણાવતા કહ્યું કે, અથડામણ સ્થળ હાઈવેની ખુબ નજીક છે અને અમરનાથ યાત્રા શરૂ થવાની છે. મહત્વનું છે કે બે વર્ષના ગાળા બાદ 30 જૂનથી અમરનાથ યાત્રાની શરૂઆત થઈ રહી છે.
આ પહેલાં જવાનોએ સોમવારે સાંજે શોપિયાંના પંડોશન વિસ્તારમાં આતંકીઓની માહિતી મળતા સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું.
#AnantnagEncounterUpdate: This encounter is important in 2 aspects: 1st, it is the same group of terrorists who escaped from Watnad encounter on 16/4/22 in which we lost 1 soldier. 2nd, encounter site is very close to NHW & imminent threat to NHW & #Yatra neutralised: IGP Kashmir https://t.co/XLjvzgPagc
— Kashmir Zone Police (@KashmirPolice) May 10, 2022
આતંકીઓએ ગોળીબાર કર્યો
અધિકારીએ કહ્યુ કે, આતંકીઓની માહિતી મળતા સેનાએ તે વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી. આ દરમિયાન આતંકીઓએ સેના પર ગોળીબાર કર્યો. જેમાં એક નાગરિકનું મોત થયું તો એક જવાન સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમણે કહ્યું કે, અંધારૂ અને સામાન્ય લોકોની હાજરીનો ફાયદો ઉઠાવી આતંકીઓ ભાગવામાં સફળ રહ્યાં તેને શોધવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ સત્તા આવતી-જતી રહે છે... અમારા ધૈર્યની પરીક્ષા ન લો, રાજ ઠાકરેએ ઉદ્ધવને લખ્યો પત્ર
આ પહેલાં શુક્રવારે પણ સેનાના જવાનોએ અનંતનાગમાં ત્રણ આતંકીઓનો ખાત્મો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અનંતનાગના પહલગામ વિસ્તારના સિરચન ટોપ વન વિસ્તારમાં આતંકીઓની હાજરીની ગુપ્ત માહિતી મળી અને સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે