Home> India
Advertisement
Prev
Next

મુંબઈનો આ Video સોશિયલ મીડિયામાં થયો ખુબ વાયરલ, જોઈને સ્તબ્ધ થશો, આવું કોઈ કેવી રીતે કરી શકે?

મહારાષ્ટ્રના પાટનગર મુંબઈથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

મુંબઈનો આ Video સોશિયલ મીડિયામાં થયો ખુબ વાયરલ, જોઈને સ્તબ્ધ થશો, આવું કોઈ કેવી રીતે કરી શકે?

મુંબઈ: મહારાષ્ટ્રના પાટનગર મુંબઈથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અંધેરી વિસ્તારનો છે. હાલ સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક કારના બોનેટ પર ટ્રાફિક પોલીસનો હવલદાર બેઠો છે. પરંતુ તેની પાછળની કહાની શું છે તે ખાસ જાણો. 

fallbacks

વાત જાણે એમ છે કે કારના બોનેટ પર બેઠેલા હવલદારે ચેકિંગ માટે ગાડી થોભવાનો ઈશારો કર્યો હતો. પરંતુ કાર ચાલક કાર થોભવાની જગ્યાએ  ભગાડવા લાગ્યો. કાર રોકવા માટે ટ્રાફિક હવલદાર કારના બોનેટ પર જઈને બેસી ગયો. હવલદારે કાર સવારને બહાર નીકળવાનું કહ્યું પરંતુ તે કારમાંથી બહાર નીકળ્યો નહીં અને તક મળતા જ ભાગવા લાગ્યો. 

આ દરમિયાન બોનેટ પર બેઠેલો ટ્રાફિક હવલદાર થોડી દૂર સુધી કાર સાથે ગયો પરંતુ આગળ જઈને નીચે પડી ગયો. પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ કાર પર બેઠેલા હવલદારનું નામ વિજય સિંહ ગુરવ છે. વિજય સિંહ પોતાની ડ્યૂટી કરી રહ્યો હતો પરંતુ કાર ચાલક ગાડી રોકવાની જગ્યાએ ગુરવને પાડીને ભાગી ગયો. 

કેસ નોંધાયો
આ ઘટના બાદ ડીએન નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે. પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ આઈપીસીની કલમ 353, 279, 336 સાથે 184 હેઠળ મામલો દાખલ કર્યો છે. આ સાથે જ આરોપી કાર ચાલકની અટકાયત પણ કરી લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More