Home> India
Advertisement
Prev
Next

આંધ્ર પ્રદેશઃ નાયડૂ હાર્યા, YSR કોંગ્રેસની શાનદાર જીત, 30 મેએ સીએમ બનસે જગનમોહન રેડ્ડી

પાર્ટી સૂત્રના હવાલાથી મળી રહેલી જાણકારી પ્રમાણે તેઓ મંદિરોના શહેર તિરૂપતિમાં મુખ્યપ્રધાન પદના શપથ લેશે. 
 

આંધ્ર પ્રદેશઃ નાયડૂ હાર્યા, YSR કોંગ્રેસની શાનદાર જીત, 30 મેએ સીએમ બનસે જગનમોહન રેડ્ડી

અમરાવતીઃ આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં વાઈએસઆર કોંગ્રેસ સ્પષ્ટ જીત તરફ આગળ વધી રહી છે. તેવામાં પાર્ટીના ધારાસભ્ય 25 મેએ બેઠક કરશે અને પોતાના પ્રમુખ જગન મોહન રેડ્ડીને ઐપચારિક રીતે નેતા ચૂંટવામાં આવશે. 

fallbacks

તિરૂપતિમાં લેશે શપથ
પાર્ટી સૂત્રોના હવાલાથી મળી રહેલા જાણકારી પ્રમાણે, તેઓ 30 મેએ મંદિરોના શહેર તિરુપતિમાં મુખ્યપ્રધાન પદના શપથ લેશે. હાલના ટ્રેન્ડ પ્રમાણે રાજ્યની કુલ 175માંથી 150 સીટો પર વાઈએસઆર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. 

કોન છે જગન મોહન રેડ્ડી 
આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન વાઈસ રાજશેખર રેડ્ડીના પુત્ર જગનમોહન રેડ્ડીને અત્યાર સુધી વિપક્ષના નેતા તરીકે જાણવામાં આવતા હતા. જગન રેડ્ડીની ઓળખ એક નેતા સિવાય એક સફળ બિઝનેસમેન તરીકેની પણ રહી છે. રાજનીતિમાં પગ મુકતા પહેલા જગન રેડ્ડીએ 1999-2000માં બિઝનેસ કરિયરની શરૂઆત કરી હતી. કર્ણાટકની પાસે સંદૂરમાં તેમણે પાવર કંપની સ્થાપિત કરી પોતાના બિઝનેસનો પાયો નાખ્યો હતો. ત્યારબાદ તેમની સફળતા મળવા લાગી હતી. 2004માં પિતા વાઈએસ રાજશેખર રેડ્ડી સીએમ બન્યા બાદ તેમના કરિયરને ઉડાન મળી હતી. તેમનો બિઝનેસ ખનન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સીમેન્ટ નિર્માણ અને મીડિયા સુધી ફેલાઇ ગયો હતો. 

જાણો ગુજરાતની કઈ સીટ પર કોને મળી જીત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More