Home> India
Advertisement
Prev
Next

ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા પૂર્વ CM, કહ્યું- સત્તામાં વાપસી સુધી વિધાનસભામાં પગ નહી રાખું

આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) ના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂ (Chandrababu Naidu) વિજયવાડામાં એક પ્રેસ કોન્ફ્રેસ દરમિયાન ભાવુક થઇ ગયા અને ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા. તેમણે કહ્યું કે પોતાની ઉપર કહ્યું કે પોતાની ઉપર અંગત હુમલાને લઇને ખૂબ જ આધાતમાં છે.

ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા પૂર્વ CM, કહ્યું- સત્તામાં વાપસી સુધી વિધાનસભામાં પગ નહી રાખું

હૈદ્રાબાદ: આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) ના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂ (Chandrababu Naidu) વિજયવાડામાં એક પ્રેસ કોન્ફ્રેસ દરમિયાન ભાવુક થઇ ગયા અને ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા. તેમણે કહ્યું કે પોતાની ઉપર કહ્યું કે પોતાની ઉપર અંગત હુમલાને લઇને ખૂબ જ આધાતમાં છે. સાથે જ તેમણે કહ્યું કે સત્તામાં પરત ન ફરે ત્યાં સુધી તે વિધાનસભા સદનમાં પગ મૂકશે નહી. 

fallbacks

અંગત હુમલાથી આધાતમાં પૂર્વ CM
પૂર્વ સીએમ નાયડૂ આજે સવારે વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લીધો હતો અને તેમનો આરોપ છે કે સદનની કાર્યવાહી દરમિયાન તેમના પર અંગત હુમલા થયા. સાથે જ તેમણે કહ્યું કે સત્તાધારી પાર્ટી YSRCP ના ધારાસભ્યોએ તેમના પરિવાર અને પત્ની વિરૂદ્ધ પણ નિવેદનબાજી કરી. તેનો ઉલ્લેખ કરતાં નાયડૂ પત્રકાર પરિષદ દરમિયન ખૂબ ભાવૂક થઇ ગયા. 

ભાવૂક થયેલા નેતા વિપક્ષને સદનમાં કહ્યું કે સત્તારૂઢ વાઇએસઆર કોંગ્રેસના સભ્યો તરફથી તેમના વિરૂદ્ધ સતત ઉપયોગ કરવામાં આવતાં અપશબ્દોથી તે આધાતમાં છે. નાયડૂએ કહ્યું કે 'ગત અઢી વર્ષમાં હું અપમાન સહન કરી રહ્યો છું પરંતુ શાંત રહ્યો. આજે તેમણે મારી પત્ની પણ નિશાન બનાવી છે. હું હંમેશા સન્માન માટે અને સન્માન સાથે રહ્યો, હું તેને વધુ સહન કરી ન શકું. 

COVID-19 ના કેસ વધતાં અહીં સોમવારથી 10 દિવસનું Lockdown જાહેર, રસી નહી લેનારને ફટકારાશે દંડ

અંગત હુમલાથી ચંદ્રબાબૂ નાયડૂ વિધાનસભાની કાર્યવાહી છોડીને બહાર આવી ગયા હતા અને સીધા પાર્ટીના કાર્યાલાય પહોંચ્યા. અહીં જ્યારે પત્રકારોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો તે પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યા નહી અને ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા. આ પહેલાં સદનમાં વિધાનસભા અધ્યક્ષ તમ્મિનેની સીતારામે જ્યારે તેમનું માઇક સંપર્ક કટ કરી દીધો. ત્યારે પણ નાયડૂએ બોલવાનું ચાલુ રાખ્યું. સત્ત્તારૂઢ પક્ષના સભ્યો નાયડૂની ટિપ્પણીને નાટક ગણાવી રહ્યા છે. 

પત્ની પર નિવેદનબાજીથી દુખી
પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે મારી પત્નીને રાજકારણમાં કોઇ રસ નથી. ચાલીસ વર્ષનું મારું રાજકીય રહ્યું અથવા પછી તેમના પિતા NTR જ્યારે મુખ્યમંત્રી રહ્યા અને હું પણ સીએમ રહ્યો, પરંતુ મારી પત્નીને પણ રાજકારણમાં રૂચી નથી. કદાચ જ ક્યારેય એવું થયું હશે જ્યારે પ્રોટોકોલનું પાલન કરતાં તેમને મારી સાથે હાજર રહેવું પડ્યું હશે. તેમણે મારું જીવન આગળ વધારવા માટે ખપાવી દીધું પરંતુ આજે તેમના ચિત્રનું હનન કરવામાં આવ્યું. 

પૂર્વ સીએમએ કહ્યું કે મેં મારા રાજકીય કેરિયરમાં આ પ્રકારની નિવેદનબાજી સામનો કર્યો નથી. તેમણે કહ્યું કે ખૂબ સંઘર્ષ કર્યો અને જીવનમાં ખૂબ ઉતાર ચઢાવ પણ જોયા પરંતુ વિપક્ષ તરફથી સદનમાં આ પ્રકારના નિવેદન કોઇપણ રૂપથી મર્યાદાની વિરૂદ્ધ છે. નાયડૂએ કહ્યું કે અમે સરકારમાં પણ બેસી ચૂક્યા છીએ અને હવે વિપક્ષમાં છીએ. પરંતુ ક્યારેય પણ અમારા નેતાઓએ આવું વર્તન કર્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More