નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીના તે નિવેદન બાદ તેલના ભાવોને લઈને દોષનો ટોપલો ઢોળવાનું કામ ફરી શરૂ થઈ ગયું છે. પીએમ મોદીએ બુધવારે બપોરે કહ્યુ કે, કેન્દ્ર સરકારે તેલના ભાવમાં ટેક્સમાં ઘટાડો કર્યો હતો તો ત્યારબાદ તમામ રાજ્યોએ પોતાનું હજારો કરોડોનું નુકસાન કરી જનતાને ફાયદો આપવા ટેક્સમાં ઘટાડો કર્યો હતો. તેમના નિવેદનની કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટીકા કરી અને કેટલાક આંકડા દ્વારા પીએમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કર્યો.
અનુરાગ ઠાકુરે કર્યો પલટવાર
पेट्रोल-डीज़ल की कीमतों पर केंद्रीय मंत्री अनुराग ठाकुर का रणदीप सुरजेवाला को जवाब #PetrolDieselPrice @ianuragthakur pic.twitter.com/fhTx8NJ7AZ
— Zee News (@ZeeNews) April 27, 2022
થોડા સમય બાદ રણદીપ સુરજેવાલાના નિવેદન પર પલટવાર કરયા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ શાસિત રાજ્યોએ થોડા મહિના પહેલાં જ પોતાના ટેક્સમાં ઘટાડો કર્યો હતો અને સામાન્ય નાગરિકને તેનો લાભ પહોંચાડ્યો હતો.
આંકડા દ્વારા જણાવ્યું રાજ્યોનું નુકસાન
કેન્દ્રીય મંત્રીએ કેટલાક આંકડા આપતા કહ્યું કે, કર્ણાટકને 5000 કરોડ, ગુજરાતને 4 હજાર કરોડ અને બાકી રાજ્યોને પણ હજારો કરોડનું નુકસાન ટેક્સ કલેક્શનમાં કમીને કારણે થયું છે. પરંતુ ભાજપ શાસિત રાજ્યોએ સામાન્ય લોકોને તેનો લાભ આપ્યો. સાથે તેમણે કહ્યું કે વિપક્ષી દળ માત્ર કેન્દ્ર તરફ જુએ છે અને ટેક્સમાં ઘટાડો કરતા નથી. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું કારણ છે કે વિપક્ષી દળોની સરકાર લોકોનું ભલુ કરી રહી નથી.
આ પણ વાંચોઃ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પાંચ મોટા નિર્ણય, ખેડૂતો અને સ્ટ્રીટ વેન્ડર્સને મળશે રાહત
'કેન્દ્રની આવક થઈ ડબલ'
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યુ કે, અમે તમામ રાજ્યોને પેટ્રોલ/ડીઝલ પર વેટને મે 2014થી પહેલાના સ્તર પર ઓછો કરવાનો આગ્રહ કરીશું. મહેરબાની કરીને સ્વીકાર કરો કે ભાજપ સરકારે પેટ્રોલ/ડીઝલથી 27 લાખ કરોડ રૂપિયા કમાયા, જ્યારે બધા રાજ્યોએ સામૂહિક રૂપથી લગભગ 16.5 કરોડ રૂપિયાની કમાણી કરી. પેટ્રોલ/ડીઝલથી કેન્દ્ર સરકારની આવક 8 વર્ષમાં ડબલ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે