Home> India
Advertisement
Prev
Next

PRC પર સળગ્યું અરૂણાચલ પ્રદેશ, CMએ યોજી સર્વદળીય બેઠક

PRCના મુદ્દા પર અરૂણાચલ પ્રદેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શને ભીષણ હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું છે. સંપૂર્ણ રાજ્યમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને ઘણા જિલ્લાઓમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે.

PRC પર સળગ્યું અરૂણાચલ પ્રદેશ, CMએ યોજી સર્વદળીય બેઠક

નવી દિલ્હી: સ્થાયી નિવાસ પ્રમાણપત્ર (PRC)ના મુદ્દા પર અરૂણાચલ પ્રદેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શને ભીષણ હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું છે. રવિવારે પ્રદેશના હાલાત એટલા ખરાબ થઇ ગયા હતા કે પ્રદર્શનકારીઓએ પ્રદેશના ઉપ મુખ્યમંત્રી ચોવના મેનનું ઘર સળગાવી દીધું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની તરફથી હાલાતને કાબૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલતા સતત ખરાબ થઇ રહ્યાં છે.

fallbacks

હાલમાં સંપૂર્ણ રાજ્યમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને ઘણા જિલ્લાઓમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. પોલીસ ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી પેમા ખાંડૂએ સોમવારે સર્વદળીય બેઠક બોલાવી છે.

હાલાતને જોતા અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ લોકોને અપીલ કરી છે કે, તેઓ ભવિષ્યમાં ક્યારે પણ આ મુદ્દાની વાત કરશે નહીં. તેમણે પ્રદર્શનકારીઓને અપીલ કરી છે કે, તેઓની માગને 22 ફેબ્રુઆરીએ જ સ્વીકારી લેવામાં આવી હતી. એવામાં હવે તેઓ પ્રદર્શન ના કરે. સીએમએ કહ્યું કે, દરેક પ્રકારના પ્રદર્શન અને ધરણા બંદ કરવામાં દેવામાં આવે.

fallbacks

ખરાબ હાલાતને જોતા મુખ્યમંત્રી પેમા ખાંડૂના આવાસ સહિત મહત્વપૂર્ણ બિલ્ડિંગોની પાસે સેનાને તૈનાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા પર વિચાર કરી રહી છે. હિંસક થયેલા પ્રદર્શનકારીઓની નારાજગી દૂર કરવા માટે મુખ્યમંત્રી પેમા ખાંડૂ પદ પરથી રાજીનામૂ પણ આપી શકે છે. ઇટાનગરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ પુનર્સ્થાપિત માટે ITBPની 6 કંપનીઓને તૈનાત કરવામાં આવી છે.

ખરાબ થઇ રહ્યાં છે હાલાત
પ્રદર્શનકારી સતત વાહનોને સળગાવી રહ્યાં છે. આ ઉપરાંત દુકાનો અનો શોપિંગ મોલને પણ લૂંટી રહ્યાં છે. ત્યારે નાહરલાગુન હાઇવે પર પ્રદર્શનકારી રસ્તો રોકી ઉભા છે. ITBPના ફાયરિંગમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓના મૃતદેહ સાથે હજારો લોકો ઇટાનગરના ઇન્દિરા ગાંધી પાર્કમાં ભેગા થયા છે. તેઓ અંતિમ સંસ્કાર માટે ત્યાં ખોદકામ કરી રહ્યાં છે.

fallbacks

બધા પ્રદર્શનકારી હાઇવે પર પથ્થરો લઇને ઉભા છે. સુરક્ષાદળોની કોઇપણ પ્રકારની હલચલ થતા જ તે લોકો પથ્થરમારો કરી રહ્યાં છે. હાલાત એટલા ખરાબ થતા જઇ રહ્યાં છે કે, રાજ્યપાલ, મુખ્યમંત્રી, નેતાઓની અપીલ પણ કોઇ માની રહ્યું નથી.

‘તનાણાપૂર્ણ છે સ્થિતિ’
અરૂણાચલ પ્રદેશના ગૃહમંત્રી કુમાર વઇના જણાવ્યા અનુસાર, સ્થિતિ ખુબજ તણાવપૂર્ણ તેમજ અનિયંત્રિત છે. રાજ્યના હાલાતને શાંત કરવા માટે દરેક પ્રકારના પગલા લેવામાં આવી રહ્યાં છે. જણાવી દઇએ કે, પ્રદર્શનકારીઓએ ઇટાનગર તેમજ નાહરલાગુનમાં બે પોલીસ સ્ટેશનને સળગાવી દીધા તેમજ તોડફોળ કરી છે. એક પોલીસ અધિકારીના ઇજાગ્રસ્ત થયાના સમાચાર મળી રહ્યાં છે.

શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, 6 આદીવાસી સમુદાયોને સ્થાયી નિવાસી પ્રમાણ પત્ર (PRC) આપવાના પ્રસ્તાવની સામે રાખવામાં આવેલા બંધ દરમિયાન પ્રદેશના કેટલાક ભાગમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તે દરમિયાન પોલીસના ગોળીબારમાં શનિવારે 2 વ્યક્તિના મોત થઇ ગયા હતા. ત્યારથી રાજ્યના હાલાત ખરાબ થતા જઇ રહ્યાં છે. જોકે, રવિવારે જ સર્વદળીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે PRCના મુદ્દા પર સરકાર હાલમાં કોઇ પણ નિર્ણય લઇ રહી નથી. જે પણ ભલામણ કરવામાં આવી હતી તેને પરત ખેંચી લેવામાં આવી છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More