Home> India
Advertisement
Prev
Next

અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારે ભૂકંપથી ધરતી ધ્રુજી, 5.3 ની તીવ્રતાથી સૂતેલા લોકો દોડ્યા, તિરાડો પડી

જોકે, ભૂકંપના કારણે કોઈ મોટું નુકસાન થયું હોય તેવી કોઈ જાણકારી હજુ સુધી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે આજે સવારે (શુક્રવાર) 6.56 વાગે ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. અરૂણાચલમાં સવારે જેવી ધરતી ડગમગી કે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળીને ભાગવા લાગ્યા.

 અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારે ભૂકંપથી ધરતી ધ્રુજી, 5.3 ની તીવ્રતાથી સૂતેલા લોકો દોડ્યા, તિરાડો પડી

ઈટાનગર: હાલ અરૂણાચલ પ્રદેશમાંથી એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અરૂણાચલ પ્રદેશમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા લોકો ભયના માર્યા પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી છે.

fallbacks

જોકે, ભૂકંપના કારણે કોઈ મોટું નુકસાન થયું હોય તેવી કોઈ જાણકારી હજુ સુધી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે આજે સવારે (શુક્રવાર) 6.56 વાગે ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. અરૂણાચલમાં સવારે જેવી ધરતી ડગમગી કે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળીને ભાગવા લાગ્યા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના મતે ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તર પાંગિનમાં બતાવવામાં આવ્યું છે. જ્યારે ભૂકંપના આચકા મહેસૂસ થયા ત્યારે લોકો પોતાના ઘરોમાં ઉંઘી રહ્યા હતા ત્યારબાદ તેઓ ભાગીને દોડવા લાગ્યા. હાલ અરૂણાચલમાં અફડાતફડીનો માહોલ છે. લોકો પોતાના પરિવારજનો અને સંબંધીઓના હાલ જાણવા માટે તેમણે ફોન કરી રહ્યા છે.

Loudspeaker Row: મથુરામાં પણ લાઉડસ્પીકર વિવાદ વકર્યો, હિન્દુ સંગઠનોએ આપી મોટી ચેતવણી

તાજેતરમાં લદ્દાખમાં ભૂકંપના હળવા આંચકા મહેસૂસ કરવામાં આવ્યા હતા. લદ્દાખમાં ભૂકંપના આંચકાની તીવ્રતા 4.6 મેગ્રીટ્યૂટ માપવામાં આવી હતી. જાણકારોના મતે ભૂકંપના આંચકા બુધવારે 10.24 મિનિટ પર મહેસૂસ કરવામાં આવ્યા હતા. આ આંચકા કારગિલથી 328 કિલોમીટર ઉત્તરમાં મહેસૂસ થયા.

તાઈપે માં પણ અનુભવાયા હતા ભૂકંપના આંચકા
જ્યારે ગત મહિને તાઈવાનની રાજધાની તાઈપેમાં મોડીરાત્રે ભૂકંપના આંચકા મહેસૂસ કરવામાં આવ્યા હતા. રાજધાની તાઈપેમાં દક્ષિણમાં લગભગ 182 કિલોમીટર દૂર ભૂકંપના જબરદસ્ત આંચકા અનુભવાયા હતા. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના મતે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 મેગ્રીટ્યૂડ નોંધવામાં આવી. જ્યારે હાલમાં જાપાનની રાજધાની ટોક્યો નજીક આવેલા ભૂકંપે ઘણી તબાહી મચાવી હતી. ભૂકંપના કારણે 2 લોકોના મોત થયા હતા, જ્યારે 88 લોકો ઘાયલ થયા હતા. ભૂકંપની તીવ્રતાનો અંદાજ તે વાત પરથી લગાવવામાં આવી શકે છે કે ત્યાં એક બુલેટ ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. જાપાનના હવામાન વિભાગે ત્યારબાદ સુનામીની ચેતવણી જાહેર કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More