નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 દરમિયાન સતત ભાજપ અને કોંગ્રેસ પર આક્રમક વલણ અપનાવેલી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એકવાર ફરીથી પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી અનેક વેપારીઓ અમારી પાસે આવે છે. તેમણે ભાજપને અનેક વર્ષોથી શિદ્દતથી સાથ આપ્યો. પરંતુ આજે તેઓ મોદી સરકારથી નારાજ છે. મોદી સરકારે વેપારીઓની કરોડરજ્જુ તોડી નાખી છે અને દેશની અર્થવ્યવસ્થાનું માળખું બેસાડી દીધુ છે. વેપારી વર્ગ અનાથ મહેસૂસ કરી રહ્યો છે અને ભાજપને છોડીને ક્યાંક બીજે જવાની વાત કરે છે. કેજરીવાલે વધુમાં કહ્યું કે, 'કેટલાક વેપારીઓ મોદીજીને મત આપવા માંગે છે, મોદીજી રાષ્ટ્રવાદ પર માયાજાળ બનાવી રાખી છે.'
VIDEO: PM મોદીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો, દમ હોય તો બોફોર્સના આરોપી પીએમના નામ પર લડો ચૂંટણી
દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે મોદીજીએ તમામ પગલા ઉઠાવ્યાં જેનાથી અર્થવ્યવસ્થા ખતમ થઈ ગઈ. તેમને સમજ નથી કે અર્થવ્યવસ્થા કેવી રીતે ચલાવવી. અમારી પાસે પોલિટિકલ પાવર નથી. જો અમે એલજીના ઘરની અંદર ઘૂસીને ફાઈલ સાઈન કરાવી શકીએ તો વેપારીઓ પમાટે પણ કામ કરી શકીએ છીએ. તાલ કટોરામાં મોદીજીએ કહી દીધુ કે સીલિંગ પર ઓર્ડિનન્સ લાવીશું. કેજરીવાલે કહ્યું કે વેપારીઓને મોદીજી પાસેથી શું મળ્યું, આથી હું કહું છું કે મારી સાથે આવો.
જુઓ LIVE TV
કેજરીવાલે વેપારીઓને દાવા સાથે કહ્યું કે જો તમે ભાજપને મત આપ્યો તો સીલિંગ ચાલુ રહેશે અને અમને મત આપ્યો તો સીલિંગ અટકી જશે. કેજરીવાલે કહ્યું કે, 'રાફેલની દલાલીમાં જે પણ પૈસા કમાયા છે તેમાંથી તેઓ એમએલએ ખરીદવામાં લાગ્યા છે. પશ્ચિમ બંગાળમાં 40 એમએલએ ખરીદી રહ્યાં છે તેવી જ રીતે અમારા એમએલએ ખરીદશે.'
કેજરીવાલે કહ્યું કે, 'ઈમરાન ખાન મોદીજીને ફરીથી પીએમ કેમ બનાવવા માંગે છે, મોદીજીના પાકિસ્તાન સાથે ગાઢ સિક્રેટ સંબંધ છે. અને જ્યારે સવાલ ઉઠાવવામાં આવે તો મોદીજી હુમલા કરાવે છે, આવી વ્યક્તિ રાષ્ટ્રવાદી કેવી રીતે હોઈ શકે છે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે