નવી દિલ્હી: અમેરિકાના પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ પોતાના ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીના એક સરકારી શાળાના કાર્યક્રમમાં પણ સામેલ થવાના છે. પરંતુ દિલ્હી સરકારના સૂત્રોના જણાવ્યાં મુજબ આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા ભાગ લઈ શકશે નહીં. કહેવાય છે કે તેમના નામ લિસ્ટમાંથી હટાવી દેવાયા છે.
NPR અને NRC મુદ્દે શિવસેનાએ મોદી સરકારને ટેકો આપતા કોંગ્રેસ કાળઝાળ, આપ્યું આગ ઝરતું નિવેદન
અત્રે જણાવવાનું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ બે દિવસના ભારત પ્રવાસે આવનાર છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ અને પુત્રી ઈવાંકા પણ આવશે. મેલાનિયા ટ્રમ્પ 25 ફેબ્રુઆરીના રોજ દિલ્હીની સરકારી શાળાના એક કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. તેઓ કેજરીવાલ સરકારની શાળામાં હેપ્પીનેસ ક્લાસ જોશે. એવી આશા વ્યક્ત કરાઈ રહી હતી કે કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ ભાગ લેશે. પરંતુ અરવિંદ કેજરીવાલ અને મનિષ સીસોદિયાના નામ હટાવી દેવાયા છે.
સૂત્રોનું કહેવું છે કે અમેરિકી દૂતાવાસે ભલામણ કરી છે કે દિલ્હીના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં હાજર ન રહે. જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થઈ રહી હશે ત્યારે મેલાનિયા સરકારી શાળાની મુલાકાતે હશે અને તેઓ ત્યાં એક કલાક સુધીનો સમય વિતાવશે.
આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનમાં PM મોદીએ કહ્યું-'અમે 1500 જૂના કાયદા ખતમ કર્યાં'
દિલ્હી સરકારના સૂત્રોનો દાવો છે કે સ્કૂલ દિલ્હી સરકાર હેઠળ આવે છે એટલે બંને આ કાર્યક્રમમાં ભાગ લેવાના હતાં પરંતુ હવે તેમનું નામ હટાવી દેવામાં આવ્યું છે. આથી તેઓ ભાગ લેશે નહીં.
બીજી બાજુ દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કેજરીવાલ અને સિસોદીયાના નામ હટવા અંગે કહ્યું કે હાલ સરકરા પાસે તેની કોઈ અધિકૃત જાણકારી નથી કે સૂચના પણ નથી.
જુઓ LIVE TV
બીજી બાજુ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે "કેટલાક મુદ્દાઓ પર રાજકારણ રમાવવું જોઈએ નહીં. જો આપણે એકબીજાના પગ ખેંચવાના શરૂ કરીએ તો ભારત વિવાદોમાં ફસાય છે. ભારત સરકાર અમેરિકાને કહેતી નથી કે કોને આમંત્રણ આપે અને કોને નહીં."
કેજરીવાલ સરકારના હેપ્પીનેસ ક્લાસની વાત કરીએ તો તે વર્ષ 2018માં શરૂ થયા હતાં. આ ક્લાસ નર્સરીથી 8માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે હોય છે. જેમનો હેતુ બાળકોના માનસિક તણાવ અને ડિપ્રેશનને દૂર કરવાનો છે. તેમાં ફક્ત વિદ્યાર્થીઓની હેપ્પીનેસ ઈન્ડેક્સનું મૂલ્યાંકન થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે