Free Yoga Classes: દિલ્હી (Delhi) ન સીએમ અરવિંદ કેજરીવાલે આજે (શનિવારે) પત્રકાર પરિષદ કરી. આ અવસર પર કેજરીવાલે WhatsApp નંબર 7277972779 જાહેર કર્યો છે અને અપીલ કરી છે કે જે લોકો યોગા ટીચર (Yoga Teacher) ની સેલરીનો ખર્ચ ઉપાડવા માંગે છે તે આ નંબર પર મેસેજ કરીને સંપર્ક કરી શકે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે પણ લોકો યોગા ટીચરને સેલરી આપવા માટે ઇચ્છુક હશે, તેમને મહિનાના અંતે યોગા ટીચર વિશે જાણકારી આપવામાં આવશે. સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં યોગા ક્લાસીસ અટકશે નહી, લોકોને ફ્રીમાં યોગા શિખવાડવામાં આવશે.
દિલ્હીમાં યોગા ક્લાસીસ ચાલુ રહેશે
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપની પાસે કામના નામે બતાવવા માટે કશું જ નથી. એમસીડીમાં રહેતાં તેમણે શું કર્યું કહી શકતા નથી? દિલ્હીના લોકો સ્વસ્થ્ય રહેવા માટે મફતમાં યોગા શીખી રહ્યા છે અને તે તેમને ગમી રહ્યું નથી. ભાજપવાળાને યોગ ક્લાસીસ રોકવાનું કામ કર્યું. પરંતુ મે આમ થવા ન દીધું. દિલ્હીમાં યોગા ક્લાસીસ ચાલુ છે. મારી પાસે વીડિયો આવે છે. હું યોગા ક્લાસીસ અટકવા ન દેવાનો વાયદો કર્યો હતો.
કેજરીવાલે કરી આ અપીલ
મુખ્યમંત્રી કેજરીવાલે આગળ કહ્યું કે ભાજપ વિચારે છે કે પૈસા નહી આપે તો દિલ્હીમાં ચાલી રહેલા યોગા ક્લાસીસ બંધ થઇ જશે. પરંતુ એવું થયું નહી. મારી પાસે ઘણા લોકોના ફોન આવ્યા જે તેનો ખર્ચ ઉપાડવા માટે તૈયાર છે. યોગા ટીચરને ફક્ત 15 હજાર રૂપિયા સેલરી તરીકે આપવામાં આવે છે. જે પણ ઇચ્છે 1 અથવા 2 યોગા ટીચરની સેલરીનો ખર્ચ ઉઠાવી શકે છે.
દિલ્હીના સીએમએ જાહેર કર્યો આ WhatsApp નંબર
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે લોકો યોગા ટીચરના વેતનનો ખર્ચ ઉપાડવા માંગે છે તે 7277972779 પર WhatsApp મેસેજ કરી શકે છે. એવા લોકોને દર મહિનાના અંતે યોગા ટીચર વિશે જાણકારી આપવામાં આવશે.
આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે