Home> India
Advertisement
Prev
Next

Corona: અરવિંદ કેજરીવાલે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને લખ્યો પત્ર, ઓક્સિજન માટે માંગી મદદ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અન્ય બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસે માંગ કરી છે. કેજરીવાલે કહ્યુ કે, જો વધારાનો ઓક્સિજન છે તો અન્ય રાજ્ય દિલ્હીને ઉપલબ્ધ કરાવે. 

Corona: અરવિંદ કેજરીવાલે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને લખ્યો પત્ર, ઓક્સિજન માટે માંગી મદદ

નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેરમાં દેશની રાજધાની ઓક્સિજનની અછતનો સામનો કરી રહી છે. ઘણી હોસ્પિટલોમાંથી છેલ્લા કેટલાદ દિવસથી ઓક્સિજનની કમીની ફરિયાદો સામે આવી રહી છે. તેને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અન્ય બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસે માંગ કરી છે. કેજરીવાલે કહ્યુ કે, જો વધારાનો ઓક્સિજન છે તો અન્ય રાજ્ય દિલ્હીને ઉપલબ્ધ કરાવે. 

fallbacks

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને પત્ર લખવાની જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કર્યુ, 'હું બધા મુખ્યમંત્રીઓને વિનંતી કરુ છું કે તેની પાસે વધારાનો ઓક્સિજન છે તો દિલ્હીને ઉપલબ્ધ કરાવે. કેન્દ્ર સરકાર પરંતુ આપણા બધા લોકોની મદદ કરી રહી છે, પરંતુ કોરોનાની ગંભીરતા એવી છે કે બધા ઉપલબ્ધ સંસાધન ઓછા પડી રહ્યાં છે.'

દિલ્હીની અનેક હોસ્પિટલોમાં ઓક્સિજનનું સંકટ શનિવારે પણ યથાવત રહ્યું. ગંભીર રૂપથી પીડિત કોરોના દર્દીઓને ઓક્સિજનની કમીને કારણે રાજધાનીની કોઈપણ હોસ્પિટલમાં જગ્યા મળી રહી નથી. દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે 20 દર્દીઓના મોત થયા. હોસ્પિટલના સ્વાસ્થ્ય અધીક્ષકે કહ્યુ કે, મૃત્યુ પામનાર બધા ઓક્સિજન પર હતા. ઓક્સિજન ન હોવાને કારણે અમારો ફ્લો ઓછો કરવો પડ્યો હતો. હું તે નથી કહી રહ્યો કે ઓક્સિજનની કમીને કારણે મોત થયા છે, પરંતુ આ એક કારણ હોઈ શકે છે. આ પહેલા ગુરૂવારે રાત્રે સર ગંગારામ હોસ્પિટલમાં પણ ગંભીર રૂપથી બીમાર 25 કોરોના દર્દીઓના મોત થયા હતા, જ્યારે ઘણા અન્ય દર્દીની જિંદગી ઓક્સિજનની કમીને કારણે સંકટમાં આવી ગઈ હતી. 

સૌથી પહેલાં જોવા મળે છે કોરોના વાયરસનું કયું લક્ષણ? કોરોનાના ઘાતક લક્ષણો વિશે જાણો

ઓક્સિજનની કમીને લઈને એકવાર ફરી દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ, જેમાં કોર્ટે કડક ટિપ્પણી કરી છે. દિલ્હી હાઈકોર્ટે આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, જો કેન્દ્ર, રાજ્ય કે સ્થાનીક પ્રશાસનમાં કોઈ અધિકારી ઓક્સિજન સપ્લાઈમાં અડચણ નાખી રહ્યાં છે તો અમે તેને છોડીશું નહીં. 

તો કેન્દ્ર સરકારે શનિવારે સારવારમાં કામ આવનાર ઓક્સિન, ઓક્સિજન સંબંધી ઉપકરણના ઇમ્પોર્ટથી બેસિક કસ્ટમ ડ્યૂટીમાં છૂટ આપી છે. ઓક્સિજન અને સંબંધિત ઉપકરણોની ઘરેલૂ ઉપલબ્ધતા વધારવા અને સસ્તા ભાવમાં ઉપલબ્ધ કરાવવા આ છૂટ આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More