Home> India
Advertisement
Prev
Next

Delhi: CM અરવિંદ કેજરીવાલને થયો કોરોના, ટ્વીટ કરીને આપી માહિતી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી. હાલ કેજરીવાલ હોમ આઈસોલેશનમાં છે. 

Delhi: CM અરવિંદ કેજરીવાલને થયો કોરોના, ટ્વીટ કરીને આપી માહિતી

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી. હાલ કેજરીવાલ હોમ આઈસોલેશનમાં છે. અત્રે જણાવવાનું કે રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દિલ્હીમાં સોમવારે કોરોનાના નવા 4099 નવા દર્દીઓ નોંધાયા છે. અહીં સંક્રમણ દર હવે 6.46 ટકા પહોંચી ગયો છે. 

fallbacks

સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે મને કોરોના સંક્રમણ થયું છે. લક્ષણો હળવા છે. હાલ પોતાની જાતને હોમ આઈસોલેટ કરી છે. જે પણ લોકો છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હતા તેઓ પોતાને આઈસોલેટ કરી લે અને કોરોના ટેસ્ટ કરાવે.

દિલ્હીમાં વધતા સંક્રમણને પગલે આજે સવારે 11 વાગે ડીડીએમએની બેઠક પણ છે. જેમાં કોરોનાના હાલાત પર સમીક્ષા કરવામાં આવશે. દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ની રેડ અલર્ટ પણ જાહેર થઈ શકે છે. જેમાં ટોટલ કરફ્યૂ જેવા પ્રતિબંધો લાગૂ થતા હોય છે. હાલ રાજધાનીમાં GRAP ની યલ્લો અલર્ટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More