Home> India
Advertisement
Prev
Next

અરવિંદ કેજરીવાલની ધમાકેદાર જાહેરાત, જામ્યો દિલ્હીની ચૂંટણીનો માહોલ 

2013ની વિધાનસભાની ચૂંટણીમાં આ સીટ પર અરવિંદ કેજરીવાલે પહેલીવાર શીલા દીક્ષિતને પડકાર ફેંકીને પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આ ચૂંટણીમાં હાર પછી શીલા દીક્ષિતની રાજકીય કરિયર પર બ્રેક લાગી ગઈ હતી અને અરવિંદ કેજરીવાલની કરિયર દોડવા લાગી હતી. 

અરવિંદ કેજરીવાલની ધમાકેદાર જાહેરાત, જામ્યો દિલ્હીની ચૂંટણીનો માહોલ 

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે પોતાનું નામાંકન દાખલ કરશે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા સીટ (Delhi Assembly elections 2020)થી ચૂંટણી લડી રહ્યા છે. આ દરમિયાન કેજરીવાલ રોડ શો પણ કરશે. અરવિંદ કેજરીવાલે પોતે ટ્વીટ કરીને આ રોડ શોમાં ભાગ લેવા માટે લોકોને અપીલ કરી છે. 

fallbacks

શિરડી વિવાદઃ આજે મધરાતથી બજાર ફરી શરૂ, સીએમે સોમવારે બોલાવી બેઠક

પહેલાં આ સીટ ગોલમાર્કેટ વિધાનસભા સીટ તરીકે ઓળખાતી હતી. 1998 અને 2003ની વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આ સીટ પરથી જીત મેળવી હતી. 2008માં નવા નિયમ પછી આ સીટ નવી દિલ્હી વિધાનસભા સીટમાં બદલાઈ ગઈ હતી. 2008માં શીલા દીક્ષિતે આ સીટ પરથી જીત મેળવી હતી પણ 2013માં આ સીટ મોટા પરિવર્તનનું કારણ બની હતી.

3500 KM દૂર હવામાં ખાક થઈ જશે દુશ્મન, K-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ

2013ની વિધાનસભાની ચૂંટણીમાં આ સીટ પર અરવિંદ કેજરીવાલે પહેલીવાર શીલા દીક્ષિતને પડકાર ફેંકીને પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આ ચૂંટણીમાં હાર પછી શીલા દીક્ષિતની રાજકીય કરિયર પર બ્રેક લાગી ગઈ હતી અને અરવિંદ કેજરીવાલની કરિયર દોડવા લાગી હતી. આ પછી 2015માં પણ અરવિંદ કેજરીવાલે આ સીટ પર બહુ સરળતાથી જીત મેળવી લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો ભારતના અન્ય સમાચાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More