Home> India
Advertisement
Prev
Next

Jail માં કેવી રીતે આર્યન વિતાવશે દિવસો? સવારે વહેલા ઉઠવાથી માંડીને કરશે આ કામ

ડ્રગ્સ કેસમાં એક્ટર શાહરૂખ ખાન (Shahrukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ની જામીન અરજી નકારી કાઢી છે. આર્યન સાથે જ તેમના પરિવારજનોને પણ આશા હતી કે તેને બેલ બોન્ડ પર છોડી મુકવામાં આવશે પરંતુ એવું થયું નહી.

Jail માં કેવી રીતે આર્યન વિતાવશે દિવસો? સવારે વહેલા ઉઠવાથી માંડીને કરશે આ કામ

મુંબઇ: ડ્રગ્સ કેસમાં એક્ટર શાહરૂખ ખાન (Shahrukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ની જામીન અરજી નકારી કાઢી છે. આર્યન સાથે જ તેમના પરિવારજનોને પણ આશા હતી કે તેને બેલ બોન્ડ પર છોડી મુકવામાં આવશે પરંતુ એવું થયું નહી. તેની જામીન અરજી નકારી કાઢવામાં આવી છે. 

fallbacks

બેરેકમાં બંધ કરવામાં આર્યન ખાન
સહયોગી વેબસાઇટ DNA ના અનુસાર આર્યન ખાન સહિત પકડાયેલા તમામ 8 આરોપીઓને જેલમાં વિચારધીન કેદીઓવાળી બેરેકમાં રાખવામાં આવ્યા છે. એસી બેરેકમાં રાખવામાં આવેલા કેદીઓને ઘરેથી કપડાં પહેરવાની છૂટ હોય છે. જો આ ઉપરાંત તેમને કોઇ છૂટછાટ મળતી નથી. કોર્ટે જેલ વહીવટીતંત્રને ખાસ તાકીદ કરી છે કે આર્યન ખાન (Aryan Khan) અને તેમના સાથીઓને કોઇપણ ભોગે બહારનું ભોજન આપવામાં ન આવે. 

Shah Rukh Khan ના પુત્ર આર્યન ખાનના જામીનને લઇને આવ્યો આ મોટો નિર્ણય

સવારે 6 વાગે ઉઠી જવું પડશે
સૂત્રોના અનુસાર આર્યન ખાન (Aryan Khan) ને જેલમાં કેદીઓ દ્વારા બનાવવામાં આવેલું ભોજન ખાવું પડશે અને જેલ મેન્યુઅલના અનુસાર સવારે 6 વાગે ઉઠવું પડશે. ત્યારબાદ જેલના નિયમો અનુસાર તેમને લાઇનમાં લગાવીને બ્રેક ફાસ્ટ પ્રાપ્ત કરવો પડશે. આ બ્રેકફાસ્ટમાં તેમને ફક્ત શીરો અને પૈંઆ જ મળશે. સવારે 11 વાગે જેલના કેદીઓ તરફથી તૈયાર કરવામાં આવેલું લંચ મળશે. 

લાઇનમાં ઉભા રહીને લેવું પડશે ભોજન
દિવસ અને રાતના ભોજનમાં તેમને રોટલી, શાકભાજી અને દાળ-ભાત આપવામાં આવશે. ભોજનની આ માત્રા પણ નક્કી છે અને કેદી તેનાથી વધુ ડાયલ પ્રાપ્ત કરી શકશે નહી. સાંજે 6 વાગે તેમને ડિનર મળશે. જો કેદી ઇચ્છે તો ડિનરને 8 વાગે પણ ભોજન લઇ શકે છે પરંતુ તેના માટે તેમને 6 વાગે લાઇનમાં ઉભા રહીને ભોજન લેવું પડશે. સાંજે 6 વાગ્યા પછી કેદી ચૂકી ગયા તો તેમને ભૂખ્યા પેટે પણ ઉંઘવું પડી શકે છે. 

Unseen Video: પુત્ર આર્યન ખાનને આ રીતે જોઇ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી Gauri Khan

જેલમાં નહી ચાલે પિતાનો સ્ટારડમ
આર્યન ખાન (Aryan Khan) સહિત તમામ કેદીઓને સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બેરકથી બહાર ફરવાની પરમીશન હશે. સાંજે 6 વાગ્યા બાદ બેરેકની અંદર બંધ કરી દેવામાં આવશે. દિવસમાં તેમને જેલ વહીવટી તંત્ર તરફથી આપવામાં આવેલું કામ પણ કરવું પડશે. કોર્ટે જેલ વહીવટીતંત્રને સખત આદેશ આપવામાં આવ્યા છે કે આર્યન સહિત કોઇપણ આરોપી કોઇ ખાસ ટ્રીટમેંટ આપવામાં નહી આવે. જે ભોજન-પાણી અને સુવિધાઓ બીજા કેદીઓને મળે છે તે જ સુવિધાઓ આર્યન ખાનને પ્રાપ્ત થશે. 

નેગેટિવ નિકળ્યા આરોપીઓનો કોરોના ટેસ્ટ 
સૂત્રોના અનુસાર જેલ મોકલવાથી માંડીને તમામ આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં તે બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. તમામ આરોપીઓને કોરોના વેક્સીનના બંને ડોઝ લાગી ચૂક્યા છે. એટલા માટે જેલમાં ફક્ત 5 દિવસ સુધી જ કોરોન્ટાઇન રાખવામાં આવ્યા છે. આ દરમિયાન બાકી કેદીઓથી અલગ રહેશે. ક્વોરોન્ટાઇન પીરિયડ પુરો થતાં તેમને બીજા કેદીઓ સાથે મિક્સ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More