Home> India
Advertisement
Prev
Next

પુલમામા હુમલા મુદ્દે દરેક હિન્દુસ્તાની એક, મૌલાની નહી શૈતાન છે અઝહર: ઓવૈસી

ઓવૈસીએ કહ્યું કે આપણા દેશમાં અનેક સમસ્યાઓ છે પરંતુ જ્યારે વતનની વાત આવશે ત્યારે દેશનો તમામ નાગરિક એક છે

પુલમામા હુમલા મુદ્દે દરેક હિન્દુસ્તાની એક, મૌલાની નહી શૈતાન છે અઝહર: ઓવૈસી

મુંબઇ : અસદુદ્દીન ઓવૈસીએ મુંબઇના શિવાજી પાર્કમાં આયોજીત રેલીમાં પુલવામાં હુમલાની નિંદા કરતા કહ્યું કે, તેનો સંબંધ પાકિસ્તાન સાથે છે. તેની જવાબદારી પાકિસ્તાનની આર્મી અને આઇએસઆઇ છે. ઓવૈસીએ કહ્યું કે, જે લોકોએ આપણા જવાનોને મારીને તેની જવાબદારી લીધી છે, તે જૈશ એ મોહમ્મદ નહી જૈશ એ શેતાન છે. 

fallbacks

કંઇ મોટુ થવાના સંકેતો! અનેક અલગતાવાદી નેતાઓની ધરપકડ, સેનાની 100 કંપની ફરજંદ

ઓવૈસીએ પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યું કે, મસુદ અઝહર મૌલાના નહી શૈતાન છે. પાકિસ્તાનના વડાપ્રધાનને કહેવા માંગુ છું કે હવે તમે પોતાનાં ચહેરા પરથી માસુમિયતનો નકારો ઉતારી દો. આપણા દેશમાં અનેક સમસ્યાઓ છે પરંતુ જ્યારે વતનની વાત આવછે ત્યારે આપણે બધા જ એક થઇ જઇશું. ઓવૈસીએ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનને નિશાન પર લેતા કહ્યું કે, યાદ રાખો કે આપણે જિન્નાને ઠુકરાવ્યા હતા. ભારતને વહેંચવાનું કાવત્રું સફળ નહી થાય. 

યુપી: ભદોહીમાં વિસ્ફોટ બાદ જમીનદોસ્ત થયું મકાન, 13 લોકોના મોત

ઓવૈસીએ કહ્યું કે, હિન્દુસ્તાનનાં વડાપ્રધાન મોદીજીને અપીલ છે કે આપ તે વિચારો કે 200 કિલો આરડીએક્સ કઇ રીતે આવ્યું, તેના માટે કોણ જવાબદાર છે. શું આપણું ઇન્ટેલિજન્સ ફેલ્યોર તો નથી ને. ઓવૈસીએ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. ઓવૈસીએ કહ્યું કે, હું મસલમાનોને કહીશ કે  હવે કોંગ્રેસનો સાથ આપવાનું બંધ કરે. તમારી તબાહી માટે જવાબદાર કોંગ્રેસ જ છે. મુસલમાનનાં બાળકો જેલમાં છે તો તેનું કારણ કોંગ્રેસ છે. કોંગ્રેસે જ બર્બાદ કરી દીધા, હવે પ્રકાશ આંબેડકરનો સાથ આપો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More