Home> India
Advertisement
Prev
Next

રાજસ્થાનઃ આસારામે રાજ્યપાલને મોકલી દયા અરજી, ઉંમરને હવાલો આપી સજા ઓછી કરવાની કરી માંગ

સજામાં ઘટાડો કરવા માટે આસારામે 2 જૂલાઈએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ તેની અરજી પર સુનાવણી થઈ નથી. 

 રાજસ્થાનઃ આસારામે રાજ્યપાલને મોકલી દયા અરજી, ઉંમરને હવાલો આપી સજા ઓછી કરવાની કરી માંગ

જોધપુરઃ રાજસ્થાનની જોધપુર જેલમાં સજા કાપી રહેલા બળાત્કારના દોષિ આસારામે પોતાની સજા ઓછી કરવા માટે રાજ્યપાલ કલ્યાણ સિંહની પાસે દયા અરજી મોકલી છે. તમને જણાવી દઈએ કે નાબાલિગની સાથે બળાત્કાર મામલામાં દોષી આસારામ જેલમાં બંધ છે. 25 એપ્રિલે જોધપુર કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામને પાંચ વર્ષ પહેલા પોતાના આશ્રમમાં એક યુવતી સાથે બળાત્કારના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. 

fallbacks

સજામાં ઘટાડો કરવા માટે આસારામે 2 જૂલાઈએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ તેની અરજી પર સુનાવણી થઈ નથી. રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહને હાલમાં આસારામની દયા અરજી મળી છે, જેને તેમણે ગૃહ મંત્રાલયને મોકલી છે અને વિસ્તૃત રિપોર્ટની માંગ કરી છે. પોતાની દયા અરજીમાં આસારામે પોતાની ઉંમરનો પણ હવાલો આપ્યો છે. 

જેલ વહીવટી તંત્ર પાસે માંગ્યો રિપોર્ટ
જોધપુર સેન્ટ્રલ જેલ વિભાગે અરજીને આગળ વધારી જેના પર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે જેલ પ્રશાસન પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જોધપુર સેન્ટ્રલ જેલના અધીક્ષક કૈલાશ ત્રિવેદીએ કહ્યું, અમને આસારામની દયા અરજી મળી છે, જેના પર અમારે એક રિપોર્ટ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસને આપવાનો છે. 

મહત્વનું છે કે 16 વર્ષની પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આસારામે તેને 5 ઓગસ્ટ 2013ની રાત્રે જોધપુરના મનઈ વિસ્તાર સ્થિત પોતાના આશ્રમમાં બોલાવી અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. પીડિતા યૂપીના શાહજહાંપુરની છે અને આસારામના મધ્યપ્રદેશના છિંદવાડા સ્થિત આશ્રમમાં અભ્યાસ કરતી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More